મુંબઇ : દેશના વાણિજ્ય પાટનગર મુંબઇમાં પણ ભારે વરસાદના કારણે હાલત કફોડી બની ગઇ છે,. શુક્રવારે મોડી રાત્રે વરસાદની શરૂઆત થયા બાદ આજે શનિવારના દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. સવારમાં મુંબઇના જુદા જુદા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી રહી હતી. હવામાન વિભાગે ચેતવમી આપતા કહ્યુ છે કે હજુ ચોથી અને પાંચમી ઓગષ્ટના દિવસે પણ મુંબઇમાં ભારે વરસાદ જારી રહેનાર છે. આવતીકાલ સુધી તંત્ર દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. મુંબઇ ઉપરાંત પશ્ચિમ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
હવામાન વિભાગે અંદાજ મુક્યો છે કે ૪-૫ ઓગષ્ટના દિવસે ભારે વરસાદ થનાર છે. ભારે વરસાદ વચ્ચે પાલઘરમાં ક્લેકટર દ્વારા તમામ સ્કુલ અને કોલેજમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. થાણે વેસ્ટમાં જુદા જુદા વિસ્તારમાં સવનારે જળબંબાકારની સ્થિતી રહી હતી. કાંદિવલીમાં પણ પાણી ભરાઇ ગયા છે. સમગ્ર રાત્રી ગાળા દરમિયાન થયેલા વરસાદના કારણે મલાડમાં પાણી પાણીની સ્થિતી સર્જાઇ છે. સેન્ટ્રલ રેલવેની ટ્રેન સેવાને અસર થઇ છે. મુંબઇ-ગોવા હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતી સર્જાઇ ગઇ છે. ભારે વરસાદના કારણે જોગેશ્વરીમાં વેસ્ટર્ન હાઇવે પર પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મોનસુનની ધીમી ગતિથી શરૂઆત થયા બાદ હવે હવે ભારે વરસાદ થઇ રહ્યો છે. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારો આજે જળબંબાકાર બની ગયા હતા. પાણી ભરાઇ જવાના કારણે ભારે અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તોફાની પવનની સાથે વરસાદ પડતા વિજિબિલિટી ઘટી ગઇ હતી. જેના કારણે લોકલ ટ્રેન સેવા પર અસર થઇ હતી. હવામાન વિભાગના કહેવા મુજબ મુંબઇ અને આસપાસના વિસ્તારો તેમજ મહરાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે લોકલ ટ્રેન સેવા પણ ખોરવાઇ ગઇ છે. વિમાની સેવાને પણ અસર થઇ છે. હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદને લઇને એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. બીજી બાજુ બીએમસી દ્વારા કોઇ પણ ઘટનાથી બચવા માટે લોકોને મેનહોલ ન ખોલવા માટે સુચના આપી છે.
મુંબઇની લાઇફલાઇન સમાન ગણાતી લોકલ ટ્રેન સેવાને કોઇ વધારે અસર થઇ નથી. જો કે કેટલાક સ્થળો પર યાત્રીઓ અટવાઇ ગયા હતા. મુંબઇ મેટ્રોની સેવા યથાવત રીતે જારી રહી હતી. સેન્ટ્રલ લાઇન પર ટ્રેનો ૩૦ મિનિટ મોડેથી દોડી રહી છે. વેસ્ટર્ન રેલવે દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે મુંબઇમાં મોનસુનની એન્ટ્રી થઇ ગઇ છે. વેસ્ટર્ન રેલવેના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. લોકલ ટ્રેનો સામાન્ય રીતે ચાલી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા લોકોને વરસાદના કારણે મોટી રાહત થઇ છે. જા કે પાણી ભરાઇ જવાના કારણે તકલીફ પણ આવી રહી છે. અંધેરી અને સાયનમાં ભારે વરસાદ થયો છે. આ ઉપરાંત એરપોર્ટ, પવઇ, એસવી રોડ, વીરા દેસાઇ રોગ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે. જુહુમાં પણ પાણી ભરાઇ ગયા છે. જે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઇ હતી તેમાં તમામ ભરચક રહેતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. વરસાદના પરિણામ સ્વરુપે ઉપનગરીય વિસ્તારોમાં લોકલ ટ્રેન સ્ટેશનો ઉપર જોરદાર ભીડ જામી હતી. વરસાદ બાદ ટ્રાફિકની હાલત કફોડી બની હતી. પાલઘર જિલ્લામાં વિજળી પડવાથી આઠ વર્ષના એક બાળકનું મોત થયું હતું. આ બનાવ સકપોર ગામમાં બન્યો હતો.
હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૩૬ કલાક સુધી મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો અને ખાસ કરીને મુંબઈ, થાણે, રત્નાગીરી અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ભારે વરસાદની ચેતવણી બાદ તંત્ર સાબદુ થઇ ગયું છે. સાથે સાથે દરેક વોર્ડ માટે એક ટ્વિટર હેન્ડલ બનાવવામાં આવ્યું છે જેના પર પોતાના વિસ્તારની સમસ્યાઓને રજૂ કરી શકાશે. મુંબઇ અને આસપાસના વિસ્તારો માટે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે તંત્ર સાબદુ છે. વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ભારે વરસાદ છતાં હજુ સુધી સેન્ટ્રલ લાઇન પર ટ્રેન સેવાને કોઇ વધારે અઇસર થઇ નથી પરંતુ સાવચેતીના પગલારૂપે ગતિ ટ્રેનોની ધીમી કરવામાં આવી છે. હાલમાં મુંબઇમાં ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બની હતી. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેન પાણીમાં ફસાઇ ગઇ હતી. જેમાંથી હજારો લોકોને બચાવાયા હતા.