મુંબઇ : દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં આજે સતત બીજા દિવસે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. ચારેબાજુ જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં મુંબઇમાં આઠ ઇંચથી વધારે વરસાદ થઇ ગયો છે. હજુ ભારે વરસાદ જારી છે. ભારે વરસાદની ચેતવણી અકબંધ હોવાના કારણે તંત્ર સાબદુ થયેલુ છે. લોકોને ઘરની બહાર ન નિકળવા માટેની સલાહ આપવામાં આવી છે. ભારે વરસાદની સાથે સાથે નીચે મુજબ છે.
- વાણિજ્ય પાટનગર મુંબઇમાં ભારે વરસાદનો દોર યથાવત રીતે જારી રહ્યો
- ભારે વરસાદના કારણે જનજીવન પણ સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ
- મોટી સંખ્યામાં ફ્લાઇટો રદ કરવાની પણ ફરજ પડી
- હવામાન વિભાગના કહેવા મુડબ છેલ્લા ૨૪ કલાકમાં નવ ઇંચ સુધીનો વરસાદ થયો
- લોકોને બહાર ન નિકળવા માટેની તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી
- થાણે, પુણે અને મુંબઇમાં તોફાની પવનની સાથે વરસાદ થયો
- હવામાન વિભાગ દ્વારા એલર્ટની જાહેરાત કરવામાં આવી
- ભારે વરસાદના કારણે મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- લોકોને સાવધાન રહેવા અને પરિસ્થિતી પર નજર રાખવા માટે કહેવામાં આવ્યુ
- બદલાપુર અને વાંગની સ્ટેશનો વચ્ચે ટેક પર પાણી ફરી વળતા ટ્રેનને રોકી દેવામાં આવી
- ટ્રેન અટવાઇ પડી ત્યારે ટ્રેનમાં ૨૦૦૦ જેટલા યાત્રીઓ હતા
- યાત્રીઓને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી
- યાત્રીઓને તમામ જીવન જરૂરી ચીજા ઉપલબ્ધ કરાવવામાં આવી