મુંબઇમાં તરતુ રેસ્ટોરન્ટ દરિયામાં ડૂબ્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મુંબઇની કમાણી, મુંબઇમાં સમાણી. આ કહેવતને સાર્થક કરવા માટે ઘણા લોકો બહારના રાજ્યમાંથી મુંબઇમાં પોતાની કિસ્મત આજમાવવા માટે જાય છે. ફિલ્મમાં હિરો બનવું હોય કે કોઇ બિઝનેસ કરવો હોય મુંબઇથી સારી જગ્યા આખા ભારતમાં ક્યાંય મળતી નથી.

આવી જ રીતે મુંબઇના દરિયામાં રેસ્ટોરન્ટ બનાવવામાં આવી હતી. બાન્દ્રા વર્લી સી-લિંક પાસે અરબ સાગરમાં એક હોડીમાં તરતી રેસ્ટોરન્ટ બનાવવામાં આવી હતી. જે અચાનક જ ડૂબી ગઇ હતી.

નાવમાં રહેલ લોકો ડૂબવા લાગ્યા હતા, જેમાંથી ૧૫ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યાંના નેવી અધિકારીઓને આ ઘટના વિષે કોઇ માહિતી આપવામાં આવી નહોતી.

એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, બાન્દ્રા વર્લી સી-લિંક પાસેથી એક વ્યક્તિએ સાંજે ૬.૨૦ વાગે ફાયર બ્રિગેડને આ વાતની સૂચના આપી હતી. આ ખબર મળતાની સાથે જ પોલિસને પણ જાણ કરવામાં આવી અને તે પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરબ્રિગેડે તેનું કામ શરૂ કરી દીધુ અને ૧૫ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

મુંબઇના ભાજપ મહાસચીવ વિવેકાનંદ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે તરતી રેસ્ટોરન્ટ હકીકતમાં માછલી પકડવાની હોડી જ હતી, જેમાં રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી હતી. જેને કાયદાકીય રીતે રેસ્ટેરન્ટ ન ગણી શકાય, કારણકે તેમાં લેટ નાઇટ પાર્ટી કરવામાં આવતી હતી. તેમણે આ તરતા રેસ્ટોરન્ટના માલિકને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ કરી હતી.

Share This Article