નવીદિલ્હી : જીએસટી કાઉન્સિલની આજે અતિમહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી જેમાં સાત મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા હતા. સાત મહત્વપૂર્ણ નિર્ણયોના સંદર્ભમાં વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાઉન્સિલની બેઠકમાં ઇ-ઇનવોઇસ પર મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિનેમા હોલની ટિકિટને લઇને પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જીએસટી કાઉન્સિલની બેઠકમાં મલ્ટીસ્ક્રીન સિનેમા હોલની ટિકિટને લઇને મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે તમામ કંપનીઓને ઇલેક્ટ્રોનિક ટિકિટ જારી કરવાની રહેશે. મતલબ સ્પષ્ટ છે કે હવે તમામ મલ્ટીસ્ક્રીન સિનેમા હોલમાં ઇ-ટિકિટ આપવામાં આવશે. આ ઉપરાંત આજની બેઠકમાં જીએસટી રિટર્ન ફાઇલ નહીં કરનાર કારોબારી ઇ-વેબિલ જનરેટ કરી શકશે નહીં. સાથે સાથે જીએસટી કાઉન્સિલે નફાખોરીની રકમ ૩૦ દિવસ સુધી જમા નહીં કરનાર કંપનીઓ ઉપર ૨૦ ટકા દંડ લાગૂ કરવાની દરખાસ્ત પણ મુકવામાં આવી છે. નવા નાણામંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં નેશનલ એન્ટી પ્રોફિટી યરિંગ ઓથોરિટીને બે વર્ષ માટે લંબાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ઇ-વ્હીકલ પર ટેક્સ ઘટાડા સાથે સંબંધિત મામલાને ફિટમેન્ટ કમિટિ પાસે મોકલી દેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ઉપરાંત રુલ ૧૩૮ઇ ઉપર પોતાની મંજુરીની મહોર મારવામાં આવી હતી. આનો મતલબ એ થયો કે, જા કોઈ કારોબારી બે મહિના સુધી રિટર્ન ફાઇલ કરશે નહીં તો બે મહિનાની અંદર વધુ સમય આપવામાં આવ્યા બાદ કાર્યવાહી કરાશે. રિટર્ન ફાઇલ કરવા માટે બે મહિનાનો સમય આપવામાં આવશે. જા કોઇ કારોબારી આ ગાળા દરમિયાન પણ રિટર્ન દાખલ નહીં કરે તો તેના ઉપર ઇ-વે બિલ જનરેટ કરવાથી પ્રતિબંધ મુકી દેવામાં આવશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં મલ્ટીસ્ક્રીન સિનેમા હોલને લઇને જે નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઇને ચર્ચા રહી હતી. નેશનલ એન્ટી પ્રોફિટીયરિંગ ઓથોરિટીની અવધિ બે વર્ષ સુધી એટલે કે ૩૦મી નવેમ્બર ૨૦૨૧ સુધી વધારી દેવામાં આવી છે. સાથે સાથે કસ્ટમરોને જીએસટી રેટમાં કાપના લાભ નહીં આપનાર કંપની ઉપર ૧૦ ટકા સુધીનો દંડ લાગૂ કરવામાં આવશે. રેવન્યુ સેક્રેટરી એબી પાંડે દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જીએસટી કાઉન્સિલે જીએસટી નેટવર્કની સાથે રજિસ્ટર્ડ કરવા આધારનો ઉપયોગ કરવા તમામ બિઝનેસમેનને મંજુરી આપવામાં આવી છે. જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ પણ લંબાવીને ૩૦મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.
એક ફોર્મમાં જીએસટી ફાઇલિંગ સિસ્ટમ જાન્યુઆરી ૨૦૨૦થી અમલી કરી દેવામાં આવશે. નિર્મલા સીતારામનના નેતૃત્વમાં મળેલી બેઠકમાં વિવિધ પાસાઓ ઉપર નિર્ણય લેવામાં આવ્યા હતા. બજેટ આડે ગણતરીના દિવસો છે ત્યારે આ બેઠક ખુબ મહત્વપૂર્ણ રહી હતી. સીતારામને કહ્યું હતું કે, તેની શરૂઆત બાદથી જ જીએસટી કાઉન્સિલે અભૂતપૂર્વ કામ કર્યું છે. સીતારામને એમ પણ કહ્યું હતું કે, કાઉન્સિલે જીએસટીના રેટને વધુ સરળ કરવા, તર્કસંગત બનાવવા અને ટેક્સની જાળની અંદર વધુ વસ્તુઓ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા છે.
૩૪મી બેઠક માર્ચ મહિનામાં મળી હતી જેમાં કાઉન્સિલે નિર્માણ હેઠળના નિવાસી પ્રોજેક્ટો માટે જૂના ટેક્સરેટ અને નવા ટેક્સરેટ વચ્ચે પસંદગી કરવા બિલ્ડરોને સત્તા આપી હતી. બેઠકમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે નવા ટેક્સ રેટના અમલીકરણ માટે નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જીએસટી કાઉન્સિલની આજે યોજાયેલી બેઠકને લઇને કારોબારીઓમાં પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી. ધારણા પ્રમાણે જ આ બેઠકમાં શ્રેણીબદ્ધ નિર્ણય થયા હતા. નેશનલ એન્ટી પ્રોફિટીયરિંગ ઓથોરિટીની રચના ૩૦મી નવેમ્બર ૨૦૧૭ના દિવસે કરવામાં આવી હતી.