ગુજરાત : કેપજેમિનીએ ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં તેની નવી ઓફિસના ઉદઘાટનની જાહેરાત કરી છે. આ સીમાચિહ્ન ભારતના ગુજરાતમાં ટેક્નોલોજીકલ ઇનોવેશન અને પ્રતિભા વિકાસ પ્રત્યે કેપજેમિનીની અતૂટ કટીબદ્ધતાને દર્શાવે છે. કેપજેમિનીની ભારત ખાતેની કામગીરી પણ ઇનોવેશન અને ડિલિવરી માટે સમૂહનું સૌથી મોટું પ્લેટફોર્મ પણ છે.ગાંધીનગરમાં નવી ઓફિસનું ઉદઘાટન ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રિન્સિપલ સેક્રેટરી, આઇએએસ, મોના કે. ખંધાર અને ભારતમાં કેપજેમિનીના સીઇઓ અશ્વિન યાર્ડી દ્વારા સંયુક્તપણે કરાયું હતું. આ પહેલ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી )માં રોકાણ કરવા કેપજેમિનીએ ગત વર્ષે કરેલી કટીબદ્ધતાને અનુરૂપ છે. ગિફ્ટ સિટી સ્થિત ઓફિસ અદ્યતન માળખાકીય સુવિધા ધરાવે છે, જે કર્મચારીઓને કામ માટે અનુકૂળ માહોલ પ્રદાન કરે છે તથા ઇનોવેશન અને સહયોગને પ્રોત્સાહન આપે છે.
ગાંધીનગર સેન્ટર લાઇફ સાયન્સિસ, હોસ્પિટાલિટી, કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને રિટેઇલ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝ માટે અદ્યતન સોફ્ટવેર એપ્લીકેશન વિકસાવવા માટે સમર્પિત છે. કેપજેમિની પ્રતિભાઓને પ્રોત્સાનહ આપવા અને પ્રદેશમાં ઇનોવેશનને બળ આપવા માટે સક્રિયપણે સ્થાનિક યુનિવર્સિટી અને સંસ્થાનો સાથે સહયોગ કરી રહી છે.
આ વિસ્તરણ યોજનાના ભાગરૂપે કેપજેમિની વિશેષ કરીને મહિલાઓ અને વંચિત વ્યક્તિઓ માટે રોજગારની વધુ તકોનું સર્જન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આમ કરીને કેપજેમિની ગુજરાતની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવાની સાથે-સાથે ભારતના સામાજિક વિકાસમાં પણ યોગદાન આપી રહ્યું છે. ભારતમાં કેપજેમિનીના સીઇઓ અશ્વિન યાર્ડીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કેપજેમિનીની ઉપસ્થિતિની ઉજવણી કરતાં ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પ્રિન્સિપલ સેક્રેટરી, આઇએએસ, શ્રી મોના કે. ખંધાર સાથે અમે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે અમારી નવી ઓફિસનું ઉદઘાટન કરતાં ઉત્સાહિત છીએ. આ વિસ્તરણ ઇનોવેશનને પ્રોત્સાહન, સ્થાનિક પ્રતિભાને સશક્ત કરવાની તેમજ ગુજરાત અને ભારતના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપવાની અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે.