રિલાયંસ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પગારમાં છેલ્લા 10 વર્ષમાં ઇન્ક્રીમેન્ટ નથી આવ્યું. ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની વાર્ષિક સેલેરી 15 કરોડ રૂપિયા છે. ગુરુવારે પ્રકાશિત થયેલ વાર્ષિક રિપોર્ટમાં મુકેશ અંબાણીએ પોતાની સેલેરી વધારવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
2008-09થી મુકેશ અંબાણીની સેલેરી આટલી જ છે. આટલા વર્ષોથી તેમની સેલેરીમાં એક રૂપિયો પણ વધાર્યો નથી. 31 માર્ચે પૂર્ણ થયેલ વર્ષમાં સેલેરીમાં શાનદાર વધારો જોવા મળ્યો હતો. માર્ચ મહિનામાં પ્રકાશિત થયેલ ફોર્બ્સ મેગેજીનમાં મુકેશ અંબાણીને ભારતના સૌથી અમીર વ્યક્તિ બતાવવામાં આવ્યા છે. વર્ષ 2018માં તેમની સંપત્તિ 40.1 અરબ ડોલર દર્શાવવામાં આવી છે.
આ મેગેઝીનની લિસ્ટમાં દુનિયાભરના કુલ 2208 અરબપતિ સામેલ હતા. જેમાં અંબાણીનું સ્થાન 19મુ છે. 2017માં પ્રકાશિત થયેલ આંકડા પ્રમાણે મુકેશ અંબાણીનો દુનિયાભરમાં 33મો નંબર હતો. ભારતમાં મુકેશ અંબાણીએ ટેલિકોમ ક્ષેત્રે ત્સુનામી સર્જી દીધી છે. જીઓ સિમકાર્ડ લોન્ચ કર્યા બાદથી દરેક ટેલિકોમ કંપનીને કરોડોનું નુકશાન થયુ હતુ. ઘણી કંપનીએ કોલાબ્રેશન કરવાનું વિચાર્યુ છે, તેમ છતાં જીઓને પાછળ પાડવામાં સફળતા મળી નથી.