નવીદિલ્હી: ફોર્બ્સ મેગેઝિન દ્વારા સૌથી અમીર ભારતીય લોકોની યાદી જાહેર કરી દીધી છે. સૌથી અમીર ભારતીયોની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સતત ૧૧માં વર્ષે પ્રથમ નંબરે રહ્યા છે. ૪૭.૩ અબજ ડોલર અથવા તો ૩૪૮૯૫૬ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે તેઓ પ્રથમ સ્થાન ઉપર છે. એક વર્ષમાં સૌથી વધારે સંપત્તિ ઉમેરવાના મામલામાં પણ મુકેશ અંબાણી પ્રથમ સ્થાન ઉપર રહ્યા છે. રિલાયન્સ જીઓ અને બ્રોડબેન્ડની સફળતા વચ્ચે મુકેશ અંબાણીએ એક વર્ષમાં પોતાની સંપત્તિમાં ૯.૩ અબજ ડોલર એટલે કે, ૬૮૬૧૦ કરોડ રૂપિયાનો વધારો કરી દીધો છે. ફોર્બ્સ ઇÂન્ડયા રિચ લિસ્ટ ૨૦૧૮ મુજબ વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી સૌથી અમીર ભારતીયોની યાદીમાં બીજા સ્થાને છે.
એક વર્ષમાં તેમની સંપત્તિ બે અબજ ડોલર એટલે કે ૧૪૭૫૫ કરોડ રૂપિયા વધી ગઈ છે. આની સાથે જ તેમની સંપત્તિ ૨૧ અબજ ડોલર અથવા તો ૧૫૪૯૨૭ કરોડ રૂપિયા થઇ ગઇ છે. સૌથી અમીર ભારતીયોની યાદીમાં ૧૮.૩ અબજ ડોલરની સંપત્તિ સાથે આર્સેલર મિત્તલના ચેરમેન લક્ષ્મી મિત્તલ ત્રીજા સ્થાને રહ્યા છે. હિન્દુજા બ્રધર્સ ચોથા સ્થાને છે. તેમની સંપત્તિ ૧૮ અબજ ડોલરની આસપાસ નોંધાઈ છે. ૧૫.૭ અબજ ડોલરની સંપત્તિ સાથે પેલોન્જી મિ†ી અમીર ભારતીયોની યાદીમાં પાંચમાં સ્થાને રહ્યા છે. કુમાર મંગલમ બિરલા નવમાં સ્થાને અને ગૌતમ અદાણી દશામાં સ્થાને રહ્યા છે. સૌથી અમીર ભારતીયોની યાદીમાં મુકેશ અંબાણીનું પ્રભુત્વ અકબંધ રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષથી તેમની સંપત્તિમાં અવિરત પણ વધારો થઇ રહ્યો છે.
રિલાયન્સ જીયો અને બ્રોડબેન્ડને અભૂતપૂર્વ સફળતા હાથ લાગી છે. રિલાયન્સ જીઓની સંપત્તિમાં સતત વધારો થયો છે. તેનું નેટવર્ક પણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. ટેકનોલોજીની દુનિયામાં વિપ્રોએ પણ પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. કુમાર મંગલમ બિરલા યાદીમાં નવમા સ્થાને છે. જા કે ટોપટેનની યાદીમાંથી હવે અનિલ અંબાણી બહાર ફેંકાઈ ચુક્યા છે. અનિલ અંબાણી મુકેશ અંબાણીના નાના ભાઈ છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં તેમની સંપત્તિમાં ઉલ્લેખનીય ઘટાડો અવિરત થયો છે. તેમની કંપનીમાં પ્રતિષ્ઠાને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. તેમના ઉપર હાલ જંગી દેવું પણ થયેલું છે. રાફેલ ડિલમાં પણ તેમનું સપાટી ઉપર આવ્યું છે. ઉદ્યોગપતિઓની સંપત્તિમાં પણ તાજેતરના વર્ષોમાં સતત વધારો થયો છે. જા કે, ટોપના ઉદ્યોગપતિઓની આવકમાં વધારો પણ થયો છે. આજે સંપત્તિના આંકડા જાહેર કરાય હતા.