ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન પૈકીના એક મહેન્દ્ર સિંહ ધોનીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જાેકે ધોની હજુ પણ IPLરમે છે. ધોનીની નિવૃત્તિના ત્રણ વર્ષ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મોટો ર્નિણય લીધો છે. ધોની એક ઉત્કૃષ્ટ કેપ્ટન અને એક ઉત્તમ ફિનિશરની સાથે નંબર ૭ તરીકે પણ જાણીતો છે. આ ધોનીનો જર્સી નંબર છે. BCCIએ આ અંગે મોટો ર્નિણય લીધો છે. ધોનીની કપ્તાનીમાં ભારતે ૨૦૦૭માં T૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. તેની કપ્તાનીમાં ટીમે ફરી એકવાર ૨૦૧૪માં T૨૦ વર્લ્ડ કપની ફાઈનલ રમી હતી પરંતુ આ વખતે તે જીતી શકી નહોતી. ધોનીની કપ્તાનીમાં જ ભારતે વર્ષ ૨૦૧૧માં વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ૨૦૦૭ T૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ T20વર્લ્ડ કપમાં ધોનીની જર્સીનો નંબર ૭ હતો. ધોનીએ તેની સંપૂર્ણ કારકિર્દીમાં નંબર ૭ જર્સી જ પહેરી હતી અને ધોનીની આગેવાનીમાં ભારતે દરેક મેજર ODI ટ્રોફી પર કબજાે કર્યો હતો.. મ્ઝ્રઝ્રૈંએ ધોનીની નંબર-૭ ને નિવૃત્ત કરવાનો ર્નિણય લીધો છે. મ્ઝ્રઝ્રૈંએ ખેલાડીઓને સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ટીમ ઈન્ડિયામાં હોય ત્યારે ૭ નંબરની જર્સી ન પહેરી શકે. ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડીઓ અને વર્તમાન ખેલાડીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ જર્સી નંબર-૭ ન પહેરી શકે. BCCIએ ધોનીની જર્સીને રિટાયર કરવાનો ર્નિણય લીધો છે. જાે કે, આ પહેલીવાર નથી જ્યારે BCCIએ તેના કોઈ ખેલાડીની જર્સી રિટાયર કરી હોય. આવું પહેલા પણ બન્યું છે. ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર ૧૦ નંબરની જર્સી પહેરતા હતા. તેની જર્સી પણ BCCI દ્વારા નિવૃત્ત કરવામાં આવી હતી. શાર્દુલ ઠાકુરે તેની કારકિર્દીની શરૂઆતની કેટલીક મેચોમાં ૧૦ નંબરની જર્સી પહેરી હતી અને ત્યારપછી તેના વિશે ઘણી ચર્ચા થઈ હતી. પરંતુ આ પછી આ જર્સીને રિટાયર કરવામાં આવી હતી.
ડ્રાઈવરોએ ગુજરાત સરકારને MoRTHની માર્ગદર્શિકા અનુસાર બાઈક ટેક્સીઓને કાયદેસર કરવા અપીલ કરી
અમદાવાદ : અમદાવાદના બાઈક ટેક્સી ડ્રાઈવર સમુદાયે આજે એકઠા થઈને સરકારને એક હાર્દિક અપીલ કરી, જેમાં તેઓ જે પડકારોનો સામનો...
Read more