સાઉથમ્પ્ટન : વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં મહોમ્મદ શામીએ હેટ્રિક લઈને નવો રેકોર્ડ સર્જી દીધો છે. વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર શામી ભારતનો બીજા બોલર બની ગયો છે. આ પહેલા ચેતન શર્માએ ૧૯૮૭માં ન્યુઝીલેન્ડની સામે નાગપુરમાં હેટ્રિક લઈને રેકોર્ડ સર્જ્યો હતો. વર્લ્ડ કપમાં હજુ સુધી ૧૦ બોલરો હેટ્રિક લઈ શક્યા છે. જેમાં ભારતના બે બોલર શામિલ છે. હેટ્રિક લીધા બાદ મેચ પછી પત્રકારો સાથે વાતચીત કરતા શામીએ કહ્યું હતું કે, મહેન્દ્રસિંહ ધોનીના કહેવા મુજબ બોલ ફેક્યો હતો જેમાં હેટ્રિક મળી હતી. જ્યારે તે હેટ્રિક પર હતો ત્યારે ધોની સાથે શું વાતચીત થઈ હતી તે અંગે પુછવામાં આવતા શામીએ કહ્યું હતું કે, ધોનીએ કહ્યુ હતુ કે, હેટ્રિકની તક ખુબ મોટી સિધ્ધિ હોય છે. જેથી હેટ્રિલ લેવાના પ્રયાસ કરવા જોઈએ.
હેટ્રિક લેવાની તક મોટી છે અને હેટ્રિક લેતા વેળા બોલ યોર્કર ફેકવા ધોનીએ સલાહ આપી હતી. ધોનીએ પણ યોર્કર ફેકવા માટે કહ્યા બાદ તેની સલાહ મુજબ તે આગળ વધ્યો હતો. ભુવનેશ્વરને ઈજાને કારણે ટીમમાં શામેલ કરવામાં આવેલા શામીએ જારદાર બોલિંગ કરી હતી. તેનુ કહેવુ છે કે, અંતિમ ઈલેવનમાં તેને શામિલ કરવામાં આવ્યા બાદ તે ખુશ હતો. ધોની સાથે વાતચીત અંગે પુછવામાં આવતા શામીએ કહ્યુ હતું કે, વધારે ધ્યાન આપવાના બદલે યોર્કર ફેકવામાં સફળતા મળશે. કેપ્ટન વિરાટ કોહલી બાઉન્ડ્રી ફિલ્ડિંગ કરી રહ્યો હતો જેથી મેદાન પર ફિલ્ડિંગ ગોઠવણીનુ મુખ્ય કામ ધોની કરી રહ્યો હતો અને છેલ્લી સુધી ધોની ખુબ સક્રિય દેખાઈ રકહ્યો હતો. બુમરાહ અને મહોમ્મદ શામીને અનેક સલાહ આપી હતી. જેનો ફાયદો આ બન્ને બોલરોને મળ્યો હતો. માહીના કહેવા મુજબ યોર્કર ફેંકતા હેટ્રિક મળી હતી.