નવી દિલ્હી : મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં બલિદાન બેઝવાળા ગ્લવ્સ પહેર્યા હતા. ધોનીના ગ્લવ્સને લઈને જોરદાર વિવાદ વચ્ચે હવે પાકિસ્તાનના મંત્રીએ પણ વિવાસ્પાદ નિવેદન કરી દીધુ છે. ક્રિકેટના મેદાન પરની ઘટનાને લઈને પાકિસ્તાનના મંત્રી રાજકીય નિવેદનબાજી કરી રહ્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ફવાદ હુસૈને ધોની અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ધોની ઈગ્લેન્ડમાં ક્રિકેટ રમવા ગયા છે કે પછી મહાભારતના યુદ્ધ કરવા ગયા છે.
ધોનીને મળી રહેલા સમર્થન અંગે વાત કરતા ફવાદ હુસૈને કહ્યું હતું કે, ક્રિકેટરો ઈંગ્લેન્ડ મેચ રમવા ગયા છે. ભારતીય મિડિયામાં બિનજરૂરી વિવાદ છેડાયેલો છે. ભારતીય મિડિયામાં એક વર્ગના લોકોતો એટલા હદ સુધી ઉત્સાહિત થયેલા છે જાણે તેમને સિરિયા, અફગાનિસ્તાન અને રવાન્ડા મોકલવામાં આવી રહ્યા છે. ધોનીના ગ્લવ્સને લઈને વિવાદ થયા બાદ મોટા ભાગના ધોનીના સમર્થનમાં દેખાઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકાની સામે રમાયેલી મેચ દરમિયાન ધોનીના ગ્લવ્સ અંગે તમામનું ધ્યાન રહ્યું હતું.
આ મેચ દરમિયાન આ મેચ દરમિયાન ધોનીના ગ્લવ્સ ઉપર બલિદાન બેઝના લોગોની નોંધ લેવાઈ રહી હતી. મિડિયા અને કેમેરાનું ધ્યાન ગ્લવ્સ તરફ ખેચાઈ ગયું હતું. આવી સ્થિતિમાં આ સમગ્ર વિવાદ ઉભો થયો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને નારાજગી વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. જોકે ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આઈસીસી અને બીસીસીઆઈ દ્વારા ટૂંક સમયમાં આ વિવાદનો ઉકેલ લાવવામાં આવે તેવી શ્યકતા છે.હજુ સુધી બંન્ને દેશો તરફથી કોઈ સ્પષ્ટ મત આપવામાં આવ્યો નથી.