માન્ચેસ્ટર : માન્ચેસ્ટરના મેદાન પર ભારતની સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં તમામ પ્રશ્નોના ખુબજ નિખાલસ જવાબ આપ્યા હતા. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, ટીમ પરિણામથી દુખી થઇ છે પરંતુ નિરાશ થઇ નથી. ૪૫ મિનિટની ખરાબ રમતથી અમે સ્પર્ધામાંથી બહાર થયા છે. ન્યુઝીલેન્ડની ટીમ આજે શરૂઆતથી દબાણ લાવવામાં સફળ રહી હતી. ૨૪૦ રન જીતવા માટેનો સ્કોર હતો.
૨૪૦ રનનો સ્કોર કોઇપણ વિકેટ ઉપર કોઇપણ ટીમ સામે પીછો કરીને પાર પાડવામાં ભારતીય ટીમને તકલીફ ન હતી પરંતુ આજે ૪૫ મિનિટ ખરાબ રમતથી બાજી બદલાઈ હતી. શરૂઆતની ચાર વિકેટ ૨૪ રનમાં પડ્યા બાદ જ્યારે પંડ્યા અને પંત જામી ગયા હતા ત્યારે પંતે ખોટો ફટકો માર્યો હતો કે કેમ તે અંગે પૂછવામાં આવતા વિરાટ કોહલીએ કહ્યું હતું કે, પંત ઉભરતા ખેલાડી તરીકે છે જ્યારે તે નવો આવ્યો હતો તેનાથી પણ આ રીતની ભુલો થતી હતી તેને પણ દુખ છે અને એક ઉભરતા ખેલાડીને આ બધી ચીજા શીખવાની તક છે. પંતને સારીરીતે મેચની સ્થિતિ અંગે માહિતી હતી.
પંતને કોઇરીતે દોષિત ગણી શકાય નહીં. મેચમાં આ પ્રકારના બનાવ બનતા રહે છે. જ્યારે બેટ્સમેનો વિકેટ ઉપર રહે છે ત્યારે તેઓ પરિÂસ્થતિ અનુસાર જ બેટિંગ કરતા રહે છે. જ્યારે ભારતીય ટીમ હવે વેસ્ટઇન્ડિઝના પ્રવાસે જનાર છે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિને લઇને તેમની સાથે અથવા તો અન્ય કોઇની સાથે વાત કરી છે કેમ તે અંગે પૂછવામાં આવતા કોહલીએ કહ્યું હતું કે, ધોનીએ કોઇની સાથે આવી કોઇ વાત કરી નથી. નોકઆઉટ ટુર્નામેન્ટ રમાવવા જાઇએ કે કેમ તે અંગે પૂછવામાં આવતા કોહલીએ આ અંગે કોઇ સહમતિ દર્શાવી ન હતી પરંતુ કહ્યું હતું કે, અમે સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર રમી રહ્યા હતા. નવ મેચ પૈકી આઠ મેચ જીતીને અમે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન સાથે સેમિફાઇનલમાં પહોંચી ગયા હતા અને સેમિફાઇનલ મેચમાં એક દિવસમાં ૪૫ મિનિટની રમતથી આખી બાજી પટલાઈ ગઈ હતી અને અમે બહાર થઇ ગયા છે. ન્યુઝીલેન્ડ મેચમાં જીતવા માટે હકદાર હતી. અમે આજે સારી રમત રમી શક્યા ન હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં રોહિત શર્મા સહિતના ખેલાડીઓ શાનદાર દેખાવ કરી રહ્યા હતા.
મેચમાં નાનકડી ભુલો પણ પરિણામ બદલી શકે છે. ન્યુઝીલેન્ડે દબાણ લાવ્યું હતું અને તેના પરિણામ તેને મળ્યા છે. નોકઆઉટ ટુર્નામેન્ટમાં ખુબ ઓછી તક મળે છે આ બાબતથી અમે વાકેફ હતા. આઈસીસીએ આ સંદર્ભમાં ચોક્કસપણે વિચારણા કરવાનો પરોક્ષરીતે સંકેત કોહલીએ આપ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં શાનદાર રમત અને એક દિવસ નિરાશાજનક રમતથી ટીમ બહાર થાય છે. ભવિષ્યમાં આઈસીસીએ આ સંદર્ભમાં નિર્ણય લેવા અને અમલી કરવાની જવાબદારી બને છે. અમે નોકઆઉટને લઇને પણ કોઇ નિરાશ ન હતા. કોહલીએ અન્ય તમામ મુદ્દાઓ ઉપર પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી. કોહલીએ કહ્યું હતું કે, ભારતમાં ક્રિકેટ કલ્ચર ચોક્કસપણે છે. ક્રિકેટને ખુબ મહત્વ આપવામાં આવે છે. એક દિવસમાં હિરો અને એક દિવસમાં ઝીરોની સ્થિતિ હોય છે. આ સંદર્ભમાં પુછવામાં આવતા કોહલીએ કહ્યું હતું કે, હારને લઇને અમને દુખ થયું છે પરંતુ પરિણામને લઇને સંતુલિતરીતે ક્રિકેટ ચાહકોને પણ તમામ બાબતોને જાવી જાઇએ. તમામ ખેલાડીઓએ શાનદાર રમી છે અને સેમિફાઇનલમાં અમે પહોંચ્યા હતા જેથી ચાહકો તમામ બાબતોને લઇને ખેલાડીઓની સાથે રહે તે જરૂરી છે.