ધોની હમેંશા તેના કેપ્ટન તરીકે જ રહેશે : કોહલી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : ભારતીય વિકેટકીપર બેસ્ટમેન મહેન્દ્રસિંહ ધોની  સાતમી જુલાઈના દિવસે પોતાના ૩૮માં જન્મદિવસની ઉજવણી કરનાર છે. ધોનીના જન્મદિવસના એક દિવસ પહેલા આઈસીસીએ પણ ધોનીની પ્રશંસા કરી છે. તેનુ કહેવુ છે કે, ધોની એ ખેલાડી છે જેના કારણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલાઈ ગયો છે. ધોનીના જ કારણે ભારતે એક પછી એક મોટી  સ્પર્ધા જીતી છે. ધોનીએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ભારતને મોટી સફળતાઓ અપાવી છે. ધોનીએ આઈસીસી ૫૦ ઓવરમાં વર્લ્ડ કપ, ટી-૨૦ વર્લ્ડ કપ, ચેમ્પિયન ટ્રોફી ભારતને જીતાડવામાં ભૂમિકા ભજવી છે.

ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે ટેસ્ટ અને વનડેમાં પ્રથમ ક્રમ ઉપર પહોંચવામાં સફળતા મેળવી છે. ધોનીના નેતૃત્વમાં જ ચેન્નઈ સુપરે ત્રણ વખત આઈપીએલ જીતવામાં સફળતા મેળવી છે. આઈસીસી તરફથી એક વિડિયો જારી કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ધોની એક એવા નામ તરીકે છે જે દુનિયાભરમાં લાખો લોકો માટે પ્રેરણા સ્વરૂપ છે. ધોની માત્ર એક નામ નથી પરંતુ પ્રેરણા રૂપ છે. આ ક્લિપમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલર બુમરાહ પણ વાત કરી રહ્યા છે કે, ધોની કારણે તેમની ક્રિકેટની રમત વધુ ઉભરી આવી છે. કોહલીએ કહ્યું છે કે, ધોની હમેશા શાંત અને ધૈર્યવાન રહે છે. ધોની પાસેથી ધણુ શીખી શકાય છે. વિરાટ કોહલીનુ કહેવુ છે કે, ધોની હમેશા તેના કેપ્ટન તરીકે હતા અને હમેશા કેપ્ટન તરીકે રહેશે. અમારી પારસ્પિક સમજદારી ખુબ શાનદાર રહી છે. ધોનીની સલાહ અમે આજે પણ ધ્યાનથી સાંભળે છે. બુમરાહે કહ્યુ  છે કે, જ્યારે તે ૨૦૧૬માં આવ્યો હતો ત્યારે ધોની કેપ્ટન તરીકે હતો. ટીમ ઉપર તેમના પ્રભાવને જોઈ શકાય છે.

ઈગ્લેન્ડના વિકેટ કીપર બેટ્‌સમેન બટલરે પણ પોતાના પ્રતિક્રિયા આપી છે. બટલરે કહ્યું છે કે, ધોની મિસ્ટર કુલ તરીકે છે. બટલરનુ એમ પણ કહ્યું છેકે, ધોની હમેશા તેના માટે આર્દશ તરીકે છે. ઈગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ કહ્યું છે કે,  કોઈ પણ ખેલાડી ધોનીની બરાબરી કરી શકે નહી. ધોનીની સાથે આઈપીએલમાં રાઈજિંગ પુણે ટીમથી સ્ટોક્સ રમ્યો હતો. સ્ટોક્સે કહ્યું છે કે, ધોની એક મહાન ખેલાડી છે. શાનદાર વિકેટ કિપર છે. ધોનીની બરોબરી કોઈ કરી શકે તેમ નથી. ધોનીને આજે પણ દુનિયાના સૌથી સારા ફિનિશર તરીકે ગણવામાં આવે છે.

Share This Article