સાંસદ અને ધારાસભ્યો વકીલ તરીકે પ્રેક્ટિસ જારી રાખી શકે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે, સાંસદો અને ધારાસભ્યોને કેસ લડવાથી તે રોકી શકે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, બાર કાઉન્સિલમાં આ પ્રકારના નિયમ રહેલા નથી. સાંસદ અથવા ધારાસભ્ય બની ગયા બાદ પણ નેતાઓના વકીલ તરીકે પ્રેક્ટિસ કરવાને લઇને સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો છે. ચીફ જÂસ્ટસ દિપક મિશ્રા, એમએસ ખાનવીલકર, ડીવાય ચંદ્રચુડની ત્રણ સભ્યોની બેંચે કહ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં નેતાઓના કેસ લડવા ઉપર કોઇપણ પ્રકારની પ્રતિબંધ કરવાની જાગવાઈ નથી.

ભાજપના નેતા અને રજૂઆત કરવા માટે પહોંચેલા અશ્વિની ઉપાધ્યાય તરફથી આ મામલામાં દાખલ કરવામાં આવેલી અરજી ઉપર ૯મી જુલાઈના દિવસે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આ અરજીમાં સાંસદ અને ધારાસભ્યો પર કાર્યકાળની અવધિ દરમિયાન કોર્ટમાં કેસ લડવા પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી હતી. આ પહેલા કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાની રજૂઆત કરતા કહ્યું હતું કે, સાંસદ અને ધારાસભ્યો ચુંટાયેલા પ્રતિનિધિ હોય છે પરંતુ તેઓ સરકારના નિયમિત કર્મચારી હોતા નથી. કેન્દ્ર સરકારના તર્કને સાંભળી લીધા બાદ સુપ્રીમ કોર્ટે નેતાઓના કેસ લડવા ઉપર પ્રતિબંધ મુકવાનો ઇન્કાર કરી દીધો હતો.

જા કે તર્કમાં જવાબ આપવામાં આવ્યો હતો કે કોઇપણ ધારાસભ્ય અથવા તો સાંસદ સરકારના ખાતામાંથી પગાર મેળવે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો હેઠળ સરકારમાંથી પગાર મેળવનાર કર્મચારી ચૂંટણી લડી શકે નહીં. આના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કર્મચારી અને સરકાર વચ્ચે માલિક અને નોકર વચ્ચેના સંબંધ હોય છે પરંતુ ભારત સરકાર કોઇ સાંસદ માટે માસ્ટર તરીકે નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેસ લડવાથી રોકવાની માંગ કરતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, તે બંધારણની કલમ ૪૧નો ભંગ છે.

Share This Article