મોબાઈલ પ્રીમિયર લીગ (એમપીએલ) દ્વારા આજે ભારતમાં સૌથી વિશાળ ડિજિટલ ચેસ સ્પર્ધા એમપીએલ ચેસ મહાયુદ્ધ ૨૧ જુલાઈ, ૨૦૧૯ના રોજ યોજવાની ઘોષણા કરવામાં આવી હતી.એમપીએલ પ્લેટફોર્મ પર બે લાખથી વધુની નોંધણી કરાઈ છે.સ્પર્ધાને ચેસ ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે લીલી ઝંડી બતાવી હતી.આ ૧૨ કલાકની સ્પર્ધામાં ૨,૦૦,૦૦ ખેલાડીઓ ઊતર્યા હતા, જેને લઈ ઓનલાઈન અને ઓફફલાઈન આજ સુધીની સૌથી ભવ્ય ચેસ સ્પર્ધા બની રહી છે. ૧૦ લાખના આકર્ષક પૂલ પ્રાઈઝ અને રૂ. ૫ લાખનું ઉચ્ચ રોકડ ઈનામ આપશે. સ્પર્ધા માટે નોંધણી ૭ જુલાઈ, ૨૦૧૯ના રાત્રે ૯ વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે.
એમપીએલ પર મહાયુદ્ધ ચેસ સ્પર્ધા રજૂ કરવામાં અમે ભારે રોમાંચ અનુભવી રહ્યા છીએ. અમારા મંચને કેઝ્યુઅલ અને પ્રોફેશનલ ગમર્સ માટે રોમાંચક રાખવાના અમારા પ્રયાસમાં આ મુખ્ય સીમાચિહન છે. અમે માનીએ છીએ કે રિયલ- ટાઈમ, મલ્ટીપ્લેયર ગેમ્સ ડિજિટલ ગેમિંગનું ભાવિ છે. ચેસ ભારતનાં ઊંડાં મૂળ સાથેની સૌથી પ્રાચીન, વ્યૂહરચના આધારિત મલ્ટીપ્લેયર ગેમ્સમાંથી એક છે. અમને આ સ્પર્ધાનું આયોજન કરવામાં ગૌરવની લાગણી થાય છે અને એક મંચ પર સ્પર્ધામાં સહભાગીઓની સંખ્યાની દષ્ટિથે આ સૌથી વિશાળ ઓનલાઈન ચેસ સ્પર્ધા બની રહેશે એવી ધારણા છે, એમ એમપીએલના સહ-સ્થાપક અને સીઈઓ સાઈ શ્રીનિવાસ કિરણ જીએ જણાવ્યું હતું.
પારંપરિક ચેસથી વિપરીત સ્પીડ ચેસના દરેક રાઉન્ડ સમયબદ્ધ રહેશે અને એક ગેમ ફક્ત ૩ મિનિટ ચાલશે. રમતના ઉચ્ચ-સ્પર્ધાત્મક સંસ્કરણ, જે બેટલ ફોર્મેટ સાથે રમવામાં આવશે, તે ગેમરની ક્ષમતાની વ્યૂહાત્મક નિર્ણય લેવાની અને ટાઇમરના દબાણ હેઠળ પ્રતિસ્પર્ધીની હિલચાલને હરાવવાની ક્ષમતાને ચકાસશે.
મને ભારતના વૃદ્ધિ પામતા ડિજિટલ ગેમિંગ સમુદાય સમક્ષ ચેસ રજૂ કરવાનો ભારે રોમાંચ છે. મને ખાતરી છે કે એમપીએલ ચેસ મહાયુદ્ધ ગળાકાપ હરીફાઈ બની રહેશે. યુવાનોને આ રમત પ્રત્યે આકર્ષવા માટે આ ઉત્મત મંચ છે અને આ સ્પર્ધામાં તેઓ તેમની પ્રતિભા બતાવે તે જોવાની અમને ભારે ઉત્સુકતા છે, એમ વર્લ્ડ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે જણાવ્યું હતું.
એમપીએલ દેશભરમાં ૧૦ લાખ ખેલાડીઓ સાથે ભારતનું સૌથી ઝડપથી વૃદ્ધિ પામતું ઈ-સ્પોર્ટસ મંચ છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં સ્થપાયેલી એમપીએલ દેશભરમાં મોબાઈલ ગેમિંગને ઘરેલુ રમતો બનાવવા માટે પહોંચના અવરોધો દૂર કરી રહી છે અને દેશભરના ગેમર્સને ઈ-સ્પોર્ટસ માટે તેમના પ્રેમ થકી જોડી રહી છે. સ્પીડ ચેસનો સમાવેશ ગેમિંગ પોર્ટફોલિયો સતત નિર્માણ અને વિસ્તરણ કરવાની એમપીએલની સમર્પિતતાનો દાખલો છે.