સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં હાર્ટ એટેકથી થતા મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

દેશભરમાં હાર્ટ એટેકથી મોતના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે હાર્ટ એટેકથી થતા મોતના કેસ મુદ્દે રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન ચર્ચાનો પ્રસ્તાવ રજૂ કર્યો. શક્તિસિંહે માગ કરી છે કે યુવાનોને ભરખી જનારો હાર્ટ એટેક અત્યંત ગંભીર મુદ્દો છે, તેના પર રાજ્યસભામાં ચર્ચા થવી જાેઈએ. શક્તિસિંહે જણાવ્યુ કે ખાસ કરીને કોરોના વેક્સિન લીધા બાદ યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કેસ વધ્યા છે. ગુજરાતમાં ૬ મહિનામાં ૧૦૫૮ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે જે પૈકી ૮૦ ટકા કેસ યુવાનોના હતા જેમા ૧૧થી ૨૫ વર્ષનાનો સમાવેશ થાય છે. ત્યારે શક્તિસિંહે સવાલ કર્યો છે કે ક્યા પ્રકારના કોરોનાના વેક્સિન લીધેલાના મૃત્યુ થઈ રહ્યા છે, તેની તપાસ થવી જાેઈએ. તેમણે એમપણ કહ્યુ કે જેમણે વેક્સિન લીધી છે તેમના મૃત્યુની સંખ્યા વધારે છે. ત્યારે આ મૃત્યુ અટકાવવા શું આપવુ જાેઈએ તે અંગે ચર્ચા થવી જાેઈએ. તેવી શક્તિસિંહે માગ કરી છે.

Share This Article