ભોપાલ: વિધાનસભા ચૂંટણીને લઇને હવે માત્ર ૧૧ દિવસ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં હજુ સુધી ઘોષણાપત્ર જારી કરી શકી નથી. ટિકિટ વહેંચણીને લઇને ઉભા થયેલા અસંતોષ વચ્ચે ભારતીય જનતા પાર્ટી ઘોષણા પત્ર જારી કરી શકી નથી. ઘોષણાપત્ર તરફ હજુ સુધી કોઇનું ધ્યાન ગયું નથી. અસંતોષને ટાળવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે આવતીકાલે નાણાંમંત્રી અરુણ જેટલી ભોપાલ આવીને પાર્ટીનું ઘોષણાપત્ર જારી કરે તેવ શક્યતા દેખાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી ગયા સપ્તાહમાં જ ઘોષણા પત્ર જારી કરી ચુકી છે. વચનપત્ર નામથી જારી ઘોષણાપત્રમાં આશરે ૯૭૩ મુદ્દાઓને કોંગ્રેસે સામેલ કર્યા છે.
એમ માનવામાં આવે છે કે, કોંગ્રેસને જવાબ આપવા માટે ભાજપે પોતાના ઘોષણાપત્રમાં કેટલાક નવા મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે. ભાજપે પોતાના ઘોષણાપત્ર માટે ૩૨ સભ્યોની એક સમિટિ બનાવી હતી. આ સભ્યોએ પ્રદેશના ૨૪ સ્થળો ઉપર જઇને સામાન્ય લોકો વચ્ચે માહિતી એકત્રિત કરી હતી. લોકોના તમામ વર્ગોની વચ્ચે આવેલા પ્રમુખ મુદ્દાઓને સામેલ કરીને હવે ઘોષણા પત્ર જારી કરવામાં આવનાર છે.
સમિતિના સભ્ય દિપક વિજય વર્ગીયનું કહેવું છે કે, ઘોષણાપત્ર માટે સમાજના તમામ વર્ગો પાસેથી વિચાર કરવામાં આવ્યા બાદ તમામ બાબતો તૈયાર થઇ રહી છે. પ્રદેશની જનતા પાસે અભિપ્રાય માંગવામાં આવ્યા હતા. દિપકે આ બાબતનો ઇન્કાર કર્યો છે કે, વચનપત્રનો જવાબ આપવા માટે ભાજપે ઘોષણાપત્ર જારી કરવામાં વિલંબ કર્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી કહી ચુક્યા છે કે, ઘોષણાપત્રને લઇને સમયનું કોઇ બંધન નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપે ઘોષણાપત્ર હજુ સુધી તૈયાર કર્યો નથી પરંતુ હવે ઘોષણાપત્ર તૈયાર કરી લેવામાં આવ્યા બાદ આવતીકાલે જારી કરાશે.