ફિલ્મ વિક્રમ વેધા…ફરી તમિલ ફિલ્મની ઓફિશિયલ રીમેક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોલિવૂડ પર અત્યારે બોયકોટ અને કેન્સલ કલ્ચરનું ગ્રહણ લાગ્યું છે, મોટી મોટી ફિલ્મો ફ્લોપ થઈ રહી છે, તેવામાં સૈફ અલી ખાન અને હૃતિક રોશનનીફિલ્મ વિક્રમ વેધાનું ટીઝરરીલિઝ થઈ ગયું છે. ટીઝર જોઈને જ લાગી રહ્યું છે કે ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન્સ હશે. અમુક સીન જોઈને તમારા રુવાંડા ઉભા થઈ જશે. ટીઝરમાં જ તમને દમદાર ડાયલોગ્સ અને અભિનયની ઝલક જોવા મળી શકે છે. ટીઝર રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.

ફિલ્મનું ૧ મિનિટ ૪૬ સેકન્ડનું ટીઝર વિક્રમ વેધાની દુનિયાને સારી રીતે દર્શાવે છે. ફિલ્મમાં મોટા પ્રમાણમાં એક્શન સિક્વન્સ હશે, અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ રસપ્રદ જણાઈ રહ્યું છે. એક્શન અને થ્રિલર ફિલ્મોના ફેન્સ ફિલ્મ જોવા માટે આતુર છે. ફિલ્મમાં હૃતિક અને સૈફની સાથે અભિનેત્રી રાધિકા આપ્ટે, રોહિત સરાફ, યોગિતા બિહાની, શારિબ હાશમી પણ જોવા મળશે. ટીઝર જોયા પછી સોશિયલ મીડિયા પર લોકો પોતાની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, આશા છે કે આ ફિલ્મ બોલિવૂડને પુનર્જીવન આપે.

ઉલ્લેખનીય છે કે વિક્રમ વેધા પુષ્કર-ગાયત્રી દ્વારા લખવામાં આવેલી અને ડાઈરેક્ટ કરવામાં આવેલી એક્શન-થ્રિલર ફિલ્મ છે. ફિલ્મની સ્ટોરી ટિ્‌વસ્ટ અને ટર્નથી ભરપૂર છે. એક સ્ટ્રિક્ટ પોલીસકર્મી વિક્રમ(સૈફ અલી ખાન) ખતરનાક ગેંગસ્ટર વેધા(હૃતિક રોશન)ને ટ્રેક કરવા અને તેનો પીછો કરવા માટે નીકળે છે. આ એક ટોમ એન્ટ જેરીની ગેમ સમાન હશે. અહીં માસ્ટર સ્ટોરીટેલર વેધા વિક્રમને વાર્તાઓની એક એક સીરિઝના માધ્યમથી રહસ્ય ઉજાગર કરવામાં મદદ કરે છે, પરંતુ અસલમાં તે વિક્રમને વધારે મૂંઝવણમાં મૂકે છે.

વિક્રમ વેધાને ગુલશન કુમાર, ટી-સીરિઝ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કર્સ અને રૂર્દ્ગં્‌ સ્ટુડિયોઝના સહયોગથી પ્રેઝન્ટ કરવામાં આવશે. ફિલ્મ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રીલિઝ થવા માટે તૈયાર છે. ૨૦૧૭માં આ જ નામ સાથે રીલિઝ થયેલી તમિલ ફિલ્મની રિમેક ફિલ્મ છે. તમિલ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા.

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને હૃતિક રોશનની આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન્સ જોવા મળશે

Share This Article