જેનર– એડલ્ટ કોમેડી
ડિરેક્ટર– શશાંક ઘોષ
પ્લોટ– ચાર બહેનપણીના અલગ અલગ જીવનની વાર્તા
સ્ટોરી– ફિલ્મની વાર્તા ચાર બેનપણીઓના જીવન પર આધારિત છે. અવની, મીરા, સાક્ષી અને કાલિન્દી ચારેય સ્કુલમાં સાથે ભણતા હોય છે. ચારેય 10 વર્ષ બાદ કાલિન્દીના લગ્નમાં મળે છે. બધી બેનપણીઓના જીવનમાં એવા ઉતાર ચડાવ આવે છે. આખી વાર્તા ચારેય બેનપણીની આસપાસ ફરે છે. કાલિન્દીના લગ્નમાં એક ટ્વિસ્ટ આવે છે. આગળ શું થાય છે તે જોવા માટે વીરે દી વેડિંગ ફિલ્મ જોવી પડશે.
ડિરેક્શન– ફિલ્મનું ડિરેક્શન સારુ છે. સેકન્ડ હાફમાં ફિલ્મ થોડી સ્લો લાગે છે જેને ડ્રેક્ટર વધારે સારો બનાવી શક્યા હોત.
એક્ટિંગ– કરિના, સોનમ, સ્વરા અને શીખાની એક્ટિંગ અદભૂત છે. દરેકે પોતાનું કેરેક્ટર ખૂબ સારી રીતે નિભાવ્યુ છે. બધા જ તેમના કેરેક્ટરમાં ખૂબ સારી રીતે ફિટ થઇ ગયા છે.
મ્યૂઝિક– ફિલ્મનું મ્યૂઝિક સારુ છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર પણ સારો છે.
ફિલ્મ જોવી કે નહી– આ ફિલ્મ ફેમિલી સાથે ના જોઇ શકાય. મિત્રો સાથે જોઇ શકાય.