જેનર– બાયોપિક
ડિરેક્ટર– શાદ અલી
પ્લોટ– એક હોકી પ્લેટરના સંધર્ષની વાર્તા
સ્ટોરી– ફિલ્મની વાર્તા 1994થી શરૂ થાય છે. સંદિપ સિંહ તેમના મોટાભાઇ અને માતા પિતા સાથે રહેતા હોય છે. તેમને હોકીમાં રસ નથી હોતો પરંતુ જ્યારે તે મહિલા હોકી પ્લેયર હરપ્રિત એટલે કે તાપસી પન્નુને હોકી રમતા જોવે છે, ત્યારે તેને પ્રેમ થઇ જાય છે. હરપ્રિત સંદિપને હોકી રમીને દેશનુ નામ રોશન કરવાનુ કહે છે. તે હોકી રમવા લાગે છે અને અસલ સંઘર્ષ તો ત્યારે શરૂ થાય છે જ્યારે ટ્રેનમાં જતી વખતે તેમની કમરમાં ગોળી વાગે છે. બાદમાં સંદિપ સિંહનું આખુ બોડી પેરેલાઇઝ થઇ જાય છે.
ડિરેક્શન– ફિલ્મનું ડિરેક્શન ખૂબ સારુ છે. ફિલ્મમાં તમને કંટાળો આવતો નથી, પરંતુ ફિલ્મ ધીમે ધીમે આગળ વધે છે. તેમ છતાં ઓડિયન્સને જકડી રાખે છે.
એક્ટિંગ– દિલજીત દોસાંજની એક્ટિંગ દમદાર છે. તાપસી પન્નુ પણ દર્શકોને નિરાશ નહી કરે.
મ્યૂઝિક– ફિલ્મનું મ્યૂઝિક ખાસ સારુ નથી.
ફિલ્મ જોવી કે નહી– દરેક ભારતીયએ સંદિપ સિંહનો સંઘર્ષ જોવા માટે ફિલ્મ જોવી જ જોઇએ. દેશદાઝ માટે આ ફિલ્મ જોવી જોઇએ.