* મૂવી રિવ્યુ સંજુ *
જેનર- બાયોપિક
ડિરેક્ટર- રાજકુમાર હિરાણી
પ્લોટ- બોલિવુડ સ્ટાર સંજય દત્તના જીવનની વાર્તા
સ્ટોરી- બોલિવુડના દિગ્ગજ સ્ટાર સુનિલ દત્ત અને નરગીસના પુત્ર સંજય દત્તના જીવનમાં થયેલા ઉતાર ચડાવની કહાની છે. સંજય દત્તનું જીવન ખૂબ રંગીન રહ્યુ છે. તેના જીવનની વાર્તા છે સંજુ.
ડિરેક્શન- ફિલ્મનું ડિરેક્શન ખૂબ સારુ છે. ફિલ્મમાં તમને કંટાળો આવતો નથી.
એક્ટિંગ- સંજય દત્તનું પાત્ર ભજવનાર રણબીર કપૂર પૂરેપૂરો જાણે સંજય દત્ત બની ગયો હોય તેમ લાગે છે. સાથે જ પરેશ રાવલ, સોનમ કપૂર, દિયા મિર્ઝા, મનિષા કોઇરાલા, મહેશ માંજરેકર દરેકની એક્ટિંગ ખૂબ સરસ છે.
મ્યૂઝિક- ફિલ્મનું મ્યૂઝિક સારુ છે. ફિલ્મમાં બેકગ્રાઉન્ડ સ્કોર ફિલ્મ સાથે જોડે છે.
ફિલ્મ જોવી કે નહી- આમ તો સંજય દત્તના જીવનથી લોકો પરિચિત છે જ, પરંતુ આ ફિલ્મ જોવાથી તેમના અંગત જીવન વિષેની જાણકારી મળશે. આ ફિલ્મ જોવી જ જોઇએ.