જોનર- એક્શન ડ્રામા
ડિરેક્ટર- રેમો ડિસોઝા
પ્લોટ- પરિવાર માટે ઝઘડો વ્હોરી લેવો
વાર્તા- સલમાન ખાન સ્ટારર રેસ-3ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા, પરંતુ ફિલ્મની જેટલી રાહ જોવાઇ રહી હતી, તેટલી
સારી ફિલ્મ નથી. ફિલ્મની વાર્તા સાવ સામાન્ય છે. જેમાં સલમાન ખાન તેની ફેમિલી માટે મરી છૂટવા તૈયાર થઇ જાય છે. પરિવારની
સામે જો કોઇ આંખ ઉઠાવીને જોશે તો તેને સલમાન સાંખી નહી લે.
એક્ટિંગ- સલમાન ખાનની એક્ટિંગ દર વખતની જેમ ખૂબ સારી છે. બોબી દેઓલ ઘણા સમય પછી મોટા પરદે પાછો ફર્યો છે. તેની
એક્ટિંગ પણ ઠીક ઠાક છે. ડેઇઝી શાહ ટ્રેલરથી લઇને ફિલ્મ રિલીઝ થઇ ત્યાં સુધી ટ્રોલ થઇ છે. કારણકે તેની એક્ટિંગ પથેટિક છે.
અનિલ કપૂરની એક્ટિંગ ખૂબ જ સરસ છે.
ડિરેક્શન- રેમો ડિસોઝાનું ડિરેક્શન બહેતરીન છે, પરંતુ હજૂ તે ફિલ્મને મઠારી શક્યા હોત.
મ્યૂઝિક- રેસના દરેક ભાગની જેમ આ ફિલ્મનું મ્યૂઝિક પણ હિટ છે.
ફિલ્મ જોવી કે નહી– સલમાન ખાનને જોવા માટે ફિલ્મ જોઇ શકાય, પરંતુ રેસ સિરીઝના હિસાબે ફિલ્મ ખાસ નથી.
“જાટ” ફિલ્મના ટીઝરમાં સની દેઓલનો વન-મેન આર્મી લુક જોવા મળ્યો.જુવો ટીઝર…
એક્શન સુપરસ્ટાર પરત આવ્યા છે. સની દેઓલની આગામી એક્શન ફિલ્મ જાટનું બહુપ્રતિક્ષિત ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે, જેણે ચાહકોને...
Read more