મૂવી રિવ્યુ- પરમાણુ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

જેનર– એક્શન ડ્રામા

ડિરેક્ટર- અભિષેક શર્મા

પ્લોટ– પોખરણમાં થયેલ પરમાણુ પરિક્ષણ

સ્ટોરી– 1974માં જ્યારે ભારતે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કર્યુ ત્યારે અમેરિકા દ્વારા કેટલીક આર્થિક અને રાજનૈતિક પાબંધી ભારત પર લાદી દેવામાં આવી હતી. સોવિયત સંઘના વિઘટન બાદ ભારતને કોઇ પણ મોટા દેશનો સાથ મળ્યો નહોતો. પાકિસ્તાન સાથે ચીન હતુ અને અમેરિકા પણ. તેથી ભારત માટે દેશની સુરક્ષા એ સૌથી મોટો મુદ્દો બની ગયો હતો. સાથે જ ભારત પરમાણુ પરિક્ષણ ના કરી શકે માટે જાસૂસનો સહારો લીધો હતા અને અમેરિકા સેટેલાઇટના માધ્યમથી પોખરણ પર નજર રાખી રહ્યું હતુ. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. જો તમે પોખરણ વિષે ના જાણતા હોવ અને પોખરણ વિષે ના વાંચ્યુ હોય તો આ ફિલ્મ તમારા માટે એક બૂક સમાન બની રહેશે. જેમાં તમે એન્જોય કરતા કરતા ઇત્હાસની માહિતી મેળવી શકશો.

kp.comparamanu

 

ડિરેક્શન– ફિલ્મનું ડિરેક્શન ખૂબ સારું છે. ઇતિહાસમાં થયેલ એક જટિલ વિષય પર આટલી સુંદર ફિલ્મ બનાવવી કે જે તમને ક્યાંય બોર નતી થવા દેતી. 2 કલાક અને 8મિનીટ ખુરશી પર જકડી રાખે છે.

એક્ટિંગ– જ્હોનની સાથે ડાયેના પેન્ટી અને બોમન ઇરાની પણ ફિલ્મમાં છે. દરેકની એક્ટિંગ સરાહનીય છે. જ્હોન ફિલ્મનો પ્રોડ્યુસર છે છતા પણ તેણે ફિલ્મમાં ક્યાંય પોતાના પોઇન્ટ્સ એડ નથી કર્યા તેણે ફક્ત ડિરેક્ટર કહે તે રીતે જ કામ કર્યુ છે.

મ્યૂઝિક– મ્યૂઝિક પણ સીન સાથે સેટ થાય અને દર્શકોને તે સિન ફિલ થાય તેવું છે.

ફિલ્મ જોવી કે નહી– ભારતમાં ખૂબ ઓછી આવી ફિલ્મ બને છે, જેમાં કોઇ ગંભીર મુદ્દો હોય છે. આટલી સુંદર રીતે બનેલી ફિલ્મ દરેક વ્યક્તિએ જોવી જ જોઇએ. દેશના ભૂતકાળમાં શું દટાયેલું છે તેને જાણવાની ચાહ દરેકની અંદર હોવી જોઇએ અને આ ફિલ્મ મસ્ટ વોચ ફિલ્મ છે.

Share This Article