ડિરેક્ટર– આદિત્ય ચોપરા
પ્લોટ– એક સિન્ડ્રોમથી પિડાતી ટીચરની સ્ટુડન્ટ્સ સાથેની સ્ટ્રગલ દર્શાવવામાં આવી છે.
સ્ટોરી– રાની મુખર્જી એક સિન્ડ્રોમથી પિડાય છે અને તેને શિક્ષક જ બનવું છે, પરંતુ તેની હિચકીને કારણે દરેક જગ્યાએ મજાકને પાત્ર બને છે. ઘણી જગ્યાએ તેની હિચકીને લીધે ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ થાય છે બાદમાં એક પ્રતિષ્ઠિત શાળામાં રાઇટ ટુ એજ્યુકેશનના હક હેઠળ ભણતા 14 ગરીબ વિદ્યાર્થીઓને ભણાવવાની નોકરી મળી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે રાની અને બાળકો વચ્ચે તુતુ-મૈમૈ. આગળ શું થાય છે તેના માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ડિરેક્શન– ડિરેક્ટરે નાની નાની બાબતની કાળજી લીધી છે. ફિલ્મમાં કોઇ પણ સીન નકામો લાગતો નથી. રાનીના પાત્રને સ્ક્રીન પર ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે.
એક્ટિંગ– રાની મુખર્જીની એક્ટિંગ ખૂબ જ સુંદર છે, હિચકી વાળી ટીચરના પાત્રમાં જાણે રાની ઓતપ્રોત થઇ ગઇ હોય તેવી અત્યંત પ્રભાવશાળી એક્ટિંગ કરી છે. સ્લમ એરિયાના બાળકોનું પાત્ર ભજવનાર બાળકોએ પણ સુંદર અભિનય થકી ફિલ્મને ચાર ચાંદ લગાવી દીધા છે.
મ્યૂઝિક- ફિલ્મનું મ્યૂઝિક ફિલ્મને અનૂરુપ છે. કોઇપણ જગ્યાએ સીનને અનૂકુળ ના હોય તેવું સંગીત નથી.
ફિલ્મ જોવી કે નહી..
ઘણા સમયે એક એવી ફિલ્મ આવી છે જે તમારા બાળકને ચોક્કસ બતાવવી જોઇએ. દરેક પેરેન્ટ્સે પોતાના બાળકો સાથે ખાસ આ ફિલ્મ જોવા જવું. શિક્ષકોએ પણ આ ફિલ્મ અચૂક જોવી જોઇએ.