જેનર- કોમેડી ડ્રામા
ડિરેક્ટર- ઉમેશ શુક્લા
પ્લોટ- વૃદ્ધ પિતા-પુત્રની કહાની દર્શાવવામાં આવી છે.
વાર્તા- ફિલ્મની વાર્તા મુંબઇના વિલે-પાર્લેમાં રહેતા પિતા-પુત્રની આસપાસ ફરે છે. ૧૦૨ વર્ષના દત્તાત્રેય વખારિયા એટલેકે અમિતાભ બચ્ચન અને ૭૫ વર્ષના બાબૂલાલ વખારિયા એટલે ઋષિ કપૂર વચ્ચે માત્ર એટલો જ ફર્ક છે કે અમિતાભ ૧૦૨ના હોવા છતા ભરપૂર જીદંગી જીવી રહ્યા છે અને ૭૫ વર્ષના ઋષિ કપૂરને જીવનમાં કોઇ રસ જ રહ્યો નથી. દત્તાત્રેય તેમના દિકરાને અમુક ટાસ્ક આપે છે, જો તે ટાસ્ક પૂરા નહી કરી શકે તો પિતા તેના પુત્રને વૃદ્ધાશ્રમમાં મોકલી દેશે. બસ આ જ વાર્તાની આજુબાજુ ફિલ્મ વણાયેલી છે.
ડિરેક્શન- ફિલ્મનું ડિરેક્શન ખુબ સારુ છે, તમને હસાવે તેવી ફિલ્મ બનાવવામાં આવી છે. ડિરેક્ટર તમને હસાવશે અને સાથે જ રડાવશે.
એક્ટિંગ- જ્યારે અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર જેવા દિગ્ગજ એક સાથે એક્ટિંગ કરતા હોય ત્યારે કાંઇ જ જોવાપણું ન રહે. જીમિત ત્રિવેદીની પણ એક્ટિંગ ખૂબ સરસ છે. તેણે તેના રોલને પૂરતો ન્યાય આપ્યો છે.
મ્યૂઝિક- ફિલ્મનું મ્યૂઝિક તેને અનુરૂપ જ રાખવામાં આવ્યું છે. પરદા પર ચાલતા સિન પ્રમાણે તેનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક ખૂબ ઉમદા છે.
ફિલ્મ જોવી કે નહી- આ ફિલ્મ એક ફેમિલી ફિલ્મ છે. પરિવાર સાથે આ ફિલ્મ અચૂક જોવા જોઇએ, કારણકે ફિલ્મમાં અમિતાભ અને ઋશિ કપૂરનો એક અલગ જ અંદાજ જોવા મળશે.