અતુલ ગ્રીનટેક અને એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સે ભારતમાં ઇલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિને આગળ ધપાવવા વ્યૂહાત્મક એમઓયુ કર્યાં
અમદાવાદ : અતુલ ઓટો લિમિટેડ (એએએલ)ની પેટા કંપની અતુલ ગ્રીનટેક પ્રાઇવેટ લિમિટેડ (એજીપીએલ)એ એક્સાઇડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (ઇઇએસએલ) સાથે ગેરબંધનકર્તા સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કર્યાં છે, જેથી ઇઇએસએલ દ્વારા એજીપીએલને તેના ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં ઉપયોગ માટે લિથિયમ-આયન સેલ અને બેટરી પેક સપ્લાય કરવાની સંભાવના તપાસી શકાય.
એએએલ અગ્રણી ભારતીય ઓટોમોબાઇલ નિર્માતા છે, જે થ્રી-વ્હિલ કમર્શિયલ વ્હિકલના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. કંપની તેની મજબૂત, વિશ્વસનીય અને ઇંધણ-કાર્યક્ષમ પ્રોડક્ટ્સ માટે જાણીતી છે તથા પેસેન્જર અને કાર્ગો ટ્રાન્સપોર્ટની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. એએએલ વિશાળ ડીલર નેટવર્ક સાથે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે.
એજીપીએલ એ એએએલની પેટા કંપની છે, જે લાસ્ટ-માઇલ મોબિલિટી સોલ્યુશન્સ માટે ઇલેક્ટ્રિક વ્હિકલ્સના વિકાસ અને નિર્માણમાં કુશળતા ધરાવે છે. ટકાઉપણા અને ઇનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરતાં એજીપીએલ પ્રગતિશીલ ઇલેક્ટ્રિક વ્હિકલ ટેક્નોલોજી સાથે ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે.
કોલકત્તા સ્થિત એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિ., (“એક્સાઈડ”) ભારતમાં અગ્રણી લીડ-એસિડ બેટરી સપ્લાયર છે. આ કંપની 75 વર્ષથી વધુના અનુભવ સાથે લીડ-એસિડ બેટરીમાં માર્કેટ લીડર છે. ઇઇએસએલ એ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જેની સ્થાપના વર્ષ 2022 માં લિથિયમ-આયન સેલ, મોડ્યુલ્સ અને પેકના ઉત્પાદનના બિઝનેસમાં પ્રવેશવા કરાઇ હતી. તેના પોર્ટફોલિયોમાં બહુવિધ કેમેસ્ટ્રીઝ અને ફોર્મ ફેક્ટર્સ સામેલ છે.
આ એમઓયુનો ઉદ્દેશ્ય એજીપીએલના ઇલેક્ટ્રિક વ્હિકલમાં ઇઇએસએલ તરફથી લિથિયમ-આયન સેલ અને બેટરી પેકની સપ્લાય તરીકે ઇઇએસએલને ઓનબોર્ડ કરવાનો છે.
એજીપીએલ ગુજરાતના પ્રાંતિજમાં ઇઇએસએલની મેન્યુફેક્ચરિંગ સુવિધામાંથી લિથિયમ-આયન બેટરી પેક પ્રાપ્ત કરવાની તેમજ કર્ણાટકના બેંગ્લોરમાં ઇઇએસએલ દ્વારા તેના લિથિયમ-આયન સેલ ઉત્પાદન સુવિધા શરૂ થઇ ગયાં બાદ લિથિયમ-આયન સેલ સોર્સ કરવાની દરખાસ્ત ધરાવે છે. આ વ્યવસ્થાની વિશિષ્ટતાઓ આગામી નિશ્ચિત કરારમાં દર્શાવવામાં આવશે.
એએએલના ડિરેક્ટર વિજય કેડિયાએ જણાવ્યું હતું કે, ઇઇએસએલ સાથે પ્રસ્તાવિત કરાર ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં ઇલેક્ટ્રિફિકેશન તરફ ભારતની સફરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની રહેશે. સ્થાનિક રીતે ઉત્પાદિત લિથિયમ-આયન સેલને સામેલ કરવા સાથે આ એમઓયુ માત્ર ભારતની આત્મનિર્ભરતાને મજબૂત બનાવે છે તેમજ ઇલેક્ટ્રિક મોબિલિટીમાં ટકાઉ અને ઇનોવેટિવ ભાવિ માટેના આધારની રચના કરે છે.
ઇઇએસએલના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર ડો. મંદાર વી દેવએ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત કરાર અત્યાધુનિક લિથિયમ-આયન બેટરી પેક અને ટેક્નોલોજીના ટકાઉ અને વિશ્વસનીય સપ્લાયની ખાતરી આપીને ઇલેક્ટ્રિક વ્હિકલ ઉદ્યોગને આગળ વધારવા માટે બંને કંપનીઓના સમર્પણને વધુ મજબૂત બનાવે છે. એક્સાઈડ એ અતુલ ઓટોની પરંપરાગત વાહન શ્રેણી માટે લાંબા સમયથી બેટરીનું સપ્લાયર પણ છે. સૂચિત વ્યવસ્થા ભારતમાં ટકાઉ પરિવહન સોલ્યુશન્સના વિકાસમાં ફાળો આપીને ઈલેક્ટ્રિક વાહનોના વિકાસ અને ઉત્પાદનને વેગ આપશે તેવી અપેક્ષા છે.