ફિલ્મ ‘મોટુ-પતલુ એન્ડ મિશન કુંગ ફૂ કિડ’ ફિલ્મના પ્રમોશન માટે ખુદ મોટુ પતલુ પહોંચ્યા અમદાવાદ

Rudra
By Rudra 2 Min Read


અમદાવાદ : મોટુ પલતુના ચાહકો થઈ જાઓ તૈયાર, આપણી ફેવરીટ જોડી ફરી આપણી વચ્ચે આવી રહી છે. આ વખતે તેમના નવા સાહસ ‘મોટુ પતલુ એન્ડ મિશન કુંગ ફુ કિડ’ સાથે વધુ શાનદાર રીતે! અઢળક હાસ્ય, ચકિત કરનારી એકશન અને મિત્રતા તેમને આઈકોનિક બનાવે છે. મોટુ અને પતલુ બાળકોને અગાઉ ક્યારેય નહીં જોયો હોય એવા કુંગફુના પ્રવાસે લઈ જશે. 15 ઓગસ્ટ, 2024ના રોજ નિક પર રિલીઝ થવા માટે આ મોટી રિલીઝની ઉજવણી કરવા માટે આ જોડીએ હાસ્ય, વાર્તાઓ અને નિરંતર મોજમસ્તી સાથે અમદાવાદની મુલાકાત લીધી હતી.

20240812 135143

આ આઈકોનિક જોડીએ નેસ્ટ પબ્લિક સ્કૂલ ખાતે બાળકો સાથે મોજમસ્તી કરી હતી, જ્યાં સ્ટોરી ટેલર ડિંપલ સોલંકીએ ફિલ્મ પર આધારિત રોચક વાર્તાકથન સત્ર તૈયાર કરાયું હતું. વાર્તામાં ઈન્ટરએક્ટિવિટી અને રસપ્રદ ક્લિફફહેન્ગર્સ સાથે યુવા વિદ્યાર્થીઓમાં હિટ બની રહી હતી, જેઓ તેમનાં ફેવરીટ પાત્રોનાં નવાં સાહસો વિશે સાંભળવા રોમાંચિત હતા. ડિંપલ સોલંકી રૂટ્સનાં સ્થાપક છે, જે સંસ્થા વાર્તાકથન થકી શૈક્ષણિક પ્રણાલીમાં ક્રાંતિ લાવવા સમર્પિત છે અને અન્ય ક્રિયાત્મક પદ્ધતિઓ થકી બાળકો માટે વધુ આનંદ અનુભવ કરાવે છે.

20240812 172500

મોટુ-પતલુની અમદાવાદની મુલાકાતે દેખીતી રીતે જ ચર્ચા જગાવી હતી, જેને લઈ આગામી ફિલ્મ બહુપ્રતિક્ષિત રિલીઝમાંથી એક બની છે. નિકે આ મોજમસ્તીમાં જોડાવા માટે સર્વ ચાહકોને આમંત્રિત કર્યા હતા અને 15મી ઓગસ્ટે બપોરે 1.30 વાગ્યાથી નિક પર આ ફિલ્મ જોવા માટે અપીલ કરી હતી.

Share This Article