ટુંક સમયમાં બજાજ ઓટો અને TVS એવી બાઈક લાવી રહી છે, જે પેટ્રોલ વગર ચાલશે. બજાજ ઓટો અને TVS જે મોટર સાઈકલ લાવવા જઈ રહી છે. જે ઘઉં અને ભૂસાથી બનેલ બાયો-ઈથેનોલથી ચાલશે. સરકાર વિદેશથી આવતા તેલનો ખર્ચ ઘટાડવા માંગે છે અને હવે તે એવી ગાડીઓ લાવવા માંગે છે, જે પૂરી રીતે બાયો એથનોલ પર ચાલશે.
એટલે કે હવે લોકોને પોતાની ગાડીમાં મોંઘુ પેટ્રોલ નહીં નાખવું પડે. રોડ, ટ્રાંસપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ આ વાતની પુષ્ટી કરી છે કે બજાજ ઓટો અને TVS મોટર કંપનીએ આને સંભવ કરી બતાવ્યું છે. એટલે કે આ કંપનીઓએ પેટ્રોલ વગર ચાલનારા મોટરસાઈકલ તૈયાર કર્યા છે.
નીતિન ગડકરીએ કહ્યું કે, તેમને મોટી સંખ્યામાં આવી ગાડીઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ગડકરીએ કહ્યું કે, ચોખાના ભૂસાનો અત્યાર સુધીમાં ખાસ ઉપયોગ કરવામાં આવતો ન હતો. પરંતુ, પંજાબ અને હરિયાણામાં આને ખેતરમાં જ સળગાવી દેવામાં આવતો હતો, જેના કારણે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં પ્રદૂષણ પેલાઈ જતુ હતું. તેમણે જણાવ્યું કે, 1 ટન ચોખાના ભૂસાથી 280 લીટર ઈથેનોલ નિકાળી શકાય છે.
અન્ય ફ્યૂએલની તુલનામાં બાયો-ઈથેનોલ ઘણું સસ્તુ છે. બાયો-ઈથેનોલથી ગાડી ચલાવવી ઘણી સસ્તી પડશે. સાથે, બાયો ઈથેનોલને તૈયાર કરવાનું પણ મોંઘુ નથી. ચોખા, ઘઉં, મકાઈના ભૂસા અને શેરડીના વધેલા છોતરાનો ઉપયોગ આ ઈંધણને તૈયાર કરવામાં આવશે. આ ઈંધણ પર્યાવરણને પણ વધારે નુકશાન નથી પહોંચાડતું. એટલે કે, આનાથી વધારે પ્રદુષણ પણ નહી ફેલાય. સાથે, આ ઈંધણથી પેટ્રોલ અને ડીઝલ પર આયાત નિર્ભરતા પણ ઘટશે.