મોટોરોલાએ ઈન્ડસ્ટ્રી ફર્સ્ટ અલ્ટ્રા વાઈડ એક્શન કેમેરા રજૂ કર્યોઃ મોટોરોલા વન એક્શન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વ્યાજબી ભાવે પ્રીમિયમ ક્વોલિટીના સ્માર્ટફોન્સ ઉપલબ્ધ કરાવવાની પોતાની પરંપરાને જાળવી રાખતા મોટોરોલા આજે ભારતમાં મોટોરોલા વન એક્શન ફોન રજૂ કરી રહ્યું છે. આ નવો ફોન મોટોરોલા વન પરિવારનો છે અને તે તમને તમારા જીવનને કેમેરામાં કેદ કરીને મોટી સ્ક્રીનમાં જોવાની સુવિધા પૂરી પાડે છે. અદ્દભુત ડેનિમ બ્લૂ રંગનો મોટોરોલા વન એક્શન ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ બપોરે ૧૨ વાગ્યે ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ રહેશે. મોટોરોલા વન એક્શનની કિંમત ૧૩,૯૯૯ રૂપિયા છે જેમાં ફ્લિપકાર્ટ અને જિયો યુઝર્સ માટે ખાસ લોન્ચિંગ ઓફર્સ છેઃ

ખાસ લોન્ચિંગ ઓફર્સ છેઃ

  • તમામ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર ૩ મહિના નો કોસ્ટ ઈએમઆઈ
  • એક્સિસ બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ પર ૧૦૦૦ સુધી ઓફ
  • જિયો સબસ્ક્રાઈબર્સ માટે રૂ. ૨૨૦૦ સુધીનું કેશબેક અને ૧૨૫ જીબી વધારાનો ડેટા૭

મોટોરોલા વન એક્શન તેના વપરાશકર્તાઓને સ્માર્ટ અને સુરક્ષિત એન્ડ્રોઈડ વન સોફ્ટવેર અનુભવ આપે છે. મોટોરોલા વન એક્શન જગતમાં પ્રથમ અલ્ટ્રા-વાઈડ એક્શન કેમરા ધરાવે છે જે તમે ફોન ઊભો (વર્ટિકલી)૩ પકડ્યો હશે તો પણ લેન્ડસ્કેપ ફોર્મેટમાં વીડિયો શૂટ કરશે. મોટોરોલા વન એક્શનની ટ્રિપલ કેમેરા સિસ્ટમ દ્વારા તમારા વીડિયોમાં સુંદર પિક્ચર્સ જોવા મળશે. આ ફોન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સજ્જ છે જેનાથી તમે તમારી સ્ટોરીને શાનદાર ૨૧ઃ૯ સિનેમા વિઝન ડિસ્પ્લે પર નીહાળી શકશો. ફોનની ડિઝાઈન એટલી અદ્દભુત છે જેને તમે તમારા એક હાથમાં સરળતાથી પકડી શકશો.

મોટોરોલા વન એક્શન

એક્શનને કેમેરામાં કંડારો

ત્રણ કેમેરા. અનંત એક્શન.

લોકો જે કેમેરાની રાહ જોઈ રહ્યા હતા તે હવે આવી ગયો છે! મોટોરોલા વન એક્શન્સ ટ્રિપલ કેમેરા સેટઅપ ફિચર્સએ ઈન્ડસ્ટ્રીમાં પ્રથમ ૧૧૭ અલ્ટ્રા-વાઈડ એક્શન વીડિયો કેમેરા૨ છે જેનાથી તમે રોમાંચક વીડિયો રેકોર્ડ કરી શકો છો જે ફ્રેમમાં ચાર ગણો વધારે ફિટ છે.

Share This Article