અમદાવાદઃ આવનારી ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ ફાટી ને? નું મોશન પોસ્ટર શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનવાની ખાતરી છે. રૂંવાડા ઉભા કરતા દ્રશ્યો અને પેટ પકડીને હસાવતી કોમેડીનું પરફેક્ટ બેલેન્સ, એવી આ ફિલ્મ દર્શકોને મનોરંજન આપવામાં નવા સ્ટાન્ડર્ડ સ્થાપવા તૈયાર છે.
તાજેતરમાં જ રિલીઝ થયેલું ફાટી ને? નું મોશન પોસ્ટર ફિલ્મના રોમાંચક ફર્સ્ટ લૂકની ઝલક આપે છે. મુખ્ય પાત્રો હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યાની સાથે બેકગ્રાઉન્ડમાં દેખાતી ભયાનક અને રહસ્યમય છબી ફિલ્મના રહસ્યને વધુ ગાઢ બનાવે છે. આ દ્રશ્યો દર્શકોને વિચારવા માટે મજબૂર કરી દે છે અને અણધાર્યા વળાંકો સાથે પાત્રોની દુનિયામાં ખેંચી લાવવા સક્ષમ છે.
ફાટી ને? ફિલ્મ માત્ર રિજનલ સિનેમાની સીમાઓને આગળ ધપાવતી નથી, પણ પ્રેક્ષકો માટે અગાઉ ક્યારેય ના જોયેલ વિઝ્યુઅલ અને ઑડિયો ટ્રીટ પણ પ્રદાન કરે છે, આ ફિલ્મની આકર્ષક વાર્તા પ્રેક્ષકોને જરૂરથી મોહિત કરશે. નવી વાર્તા, ફિલ્મના પાત્રો તથા હોરર અને કોમેડીના સંપૂર્ણ મિશ્રણ સાથે ફિલ્મ ફાટી ને? ગુજરાતી સિનેમાને વધુ સફળતાનાં શિખરે પહોંચાડવા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવનારી ફિલ્મો માટે બેન્ચમાર્ક સેટ કરવા માટે તૈયાર છે. વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો કારણ કે ફિલ્મ હવે રિલીઝ થવા માટે તૈયાર છે. 31 જાન્યુઆરી, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
લાગણીઓની રોલરકોસ્ટર રાઈડ માટે તૈયાર રહો, જ્યાં ભય અને હાસ્યનો સંગમ એવી રીતે થાય છે કે આ અગાઉ તમે પહેલાં ક્યારેય અનુભવ્યું ન હોય! ફાટી ને? એક અનોખી હોરર-કોમેડી છે જે પ્રેક્ષકોને હાસ્ય સાથે હોરર અને કોમેડી પણ પીરસે છે. વિઝ્યુઅલ ઈફેક્ટ્સ, મ્યુઝિક અને અભિનયના ઉત્તમ સમન્વય સાથે, આ ફિલ્મ ગુજરાતી સિનેમાને નવી દિશા આપનાર બની રહેશે… ફૈઝલ હાશ્મી દ્વારા નિર્દેશિત અને લિખિત; ફેનિલ દવે દ્વારા લિખિત, આ ફિલ્મ એસપી સિનેકોર્પ અને સન આઉટડોરના બેનર હેઠળ બનેલ છે. આ ફિલ્મનું નિર્માણ કેન્સ ફિલ્મ્સ, કેશવી પ્રોડક્શન્સ અને ફુલપિક્સેલ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મનું વર્લ્ડ વાઈડ વિતરણ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ અને એસપી સિનેકોર્પ સિનેમેટિક વેન્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.