નવીદિલ્હી : રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગાંધી પરિવારના નજીકના સાથી મોતીલાલ વોરાને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. નવા અધ્યક્ષની નિમણૂંક સુધી વોરા આ હોદ્દા ઉપર રહેશે. અલબત્ત પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવાના અહેવાલ અંગે પૂછવામાં આવતા મોતીલાલ વોરાએ આ અંગે કોઇ માહિતી હોવાનો ઇન્કાર કર્યો હતો.
મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ રહ્યા છે. યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના સૌથી નજીકના વ્યક્તિ તરીકે તેમની ગણતરી કરવામાં આવે છે. પાર્ટીના તમામ મોટા નિર્ણયોમાં તેઓ સામેલ રહ્યા છે. રાજ્યસભા સાંસદ મોતીલાલ વોરા હાલમાં કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પદ ઉપર રહેલા છે. રાહુલ ગાંધીએ આજે બપોરે ચાર પાનાનો પત્ર લખીને કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દેવાના નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. હારની જવાબદારી રાહુલ ગાંધીએ સ્વીકારી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટર પર પોતાની પ્રોફાઇલ પણ બદલી નાંખી છે. રાહુલે સભ્ય તરીકે ગણાવ્યા છે.