કુદરતી હોનારતોમાં સૌથી વધારે મોત ભારતમાં થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : ખરાબ હવામાનના કારણે થનાર હોનારત અને લોકોના મોતના મામલે ભારત અન્ય દેશો કરતા આગળ છે. કુદરતી હોનારતના મામલે મોતના મામલે ભારત સૌથી પ્રભાવિત દેશો પૈકી એક છે. હોનારત અને લોકોના મોતના મામલે વર્ષ ૨૦૧૭માં ભારત દુનિયામાં ૧૪મા સ્થાને રહેતા આની ચર્ચા જાગી છે. વર્ષ ૨૦૧૫માં ભારત ચોથા અને વર્ષ ૨૦૧૬માં ભારત છઠ્ઠા સ્થાને રહ્યા બાદ હવે સ્થિતીમાં સુધારો થયો છે. જા કે ખરાબ હવામાન અને કુદરતી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોના મામલે ભારતે તેની સ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો કર્યો છે. વર્ષ ૨૦૧૮માં હવે ભારત બીજા સ્થાને છે.

વર્ષ ૨૦૧૩માં ભારત ત્રીજા સ્થાને હતુ. ભારતની હજુ સુધીની સૌથી ખરાબ હાલત છે. મંગળવારના દિવસે પોલેન્ડમાં થયેલી ક્લાઇમેન્ટ પરિષદમાં કહેવામાં આવ્યુ હતુ કે ભારત ગ્લોબલ ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં બીજા સ્થાને છે. સીઆરઆઇ જળવાયુ પરિવર્તન સાથે જાડાયેલા કારણ પૈકી ભારતની હાલત સારી નથી. આ વર્ષે આપવામાં આવેલા આંકડાની વાત કરવામાં આવે તો ભારતમાં વર્ષ ૨૦૧૭માં કુદરતી હોનારતના કારણે ૨૭૩૬ લોકોના મોત થયા હતા. જ્યારે પ્યુર્ટો રિકોમાં ૨૯૭૮ લોકોના મોત થયા હતા.

આ તમામ આંકડા બર્લિનની સંસ્થા જર્મન વોચ દ્વારા જારી કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૭માં કુદરતી હોનારતના કારણે દુનિયામાં ૧૧૫૦૦ લોકોના મોત થયા હતા. આના કારણે આશરે ૩૭૫ અબજ ડોલર અથવા તો ૩૦ હજાર કરોડ ડોલરથી વધારેનુ નુકસાન થયુ છે. આ આંકડો ખુબ મોટો આંકડો છે. કેરળમાં હાલમાં પુરના કારણે હાલત કફોડી રહી હતી.

Share This Article