તમામ પ્લેટફોર્મ પર 25+ મિલિયન વ્યૂઝ સાથે યુટ્યુબ પર 24 કલાકમાં હિન્દી ફિલ્મનું સૌથી વધુ પસંદ કરાયેલ ટીઝર!

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

વિક્રમ વેધાનું એક્શન-થ્રિલર ટીઝર 24મી ઑગસ્ટના રોજ લૉન્ચ થવાની સાથે જ સમગ્ર દિવસ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં રહ્યું અને યુટ્યુબપર નંબર 1 ટ્રેન્ડિંગ સ્પોટ મેળવ્યું અને હજુ પણ ટ્રેન્ડિંગ તરીકે જળવાઇ રહ્યું છે!

એક્શનથી ભરપૂર ટીઝર માટે ઉત્સાહ દર્શાવનાર લોકોમાં વિકી કૌશલ, અભિષેક બચ્ચન, કરીના કપૂર ખાન, રાકેશ રોશન, સારા અલી ખાન, આલિયા ભટ્ટ, ઝોયા અખ્તર, સોનાક્ષી સિન્હા, વાણી કપૂર, કેટરિના કૈફ, કૃતિ સેનન, વરુણ ધવન, પરિણીતી ચોપરા, સુનિધિ ચૌહાણ, તોરાંજ કેવોન, નંદિશ સંધુ, પુનિત ડી મલ્હોત્રા સહિત અન્ય હસ્તીઓ હતી.

વિકી કૌશલે ટિપ્પણી કરી, “ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો”, અભિષેક બચ્ચને લખ્યું “ટૂ કૂલ બ્રાઝ”. જ્યારે અભિનેત્રી કરીના કપૂર વિક્રમ વેધાના ટીઝર માટે સૌના દિલમાં હતી, ત્યારે પરિણીતી ચોપરાએ પોસ્ટ કર્યું, “ઑલ ધ બેસ્ટ વિક્રમ વેધા” અને સારા અલી ખાને લખ્યું. “આમાટે રાહ જોઈ શકતી નથી.અભિનંદન #VikramVedha”.

હૃતિક રોશનના વેધાના બદમાશ અવતારથી શરૂ કરીને સૈફ અલી ખાનની વિક્રમ તરીકે પોલીસની ગહન ભૂમિકા સુધી, ફિલ્મની દરેક ફ્રેમ આકર્ષક અને મનોરંજક છે.

વિક્રમ વેધાને ગુલશન કુમાર, ટી-સિરીઝ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્કસ અને જિયો સ્ટુડિયો અને YNOT સ્ટુડિયો પ્રોડક્શનના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન પુષ્કર અને ગાયત્રી દ્વારા કરવામાં આવ્યું છે. ભૂષણ કુમાર અને એસ. શશીકાંત દ્વારા નિર્મિત વિક્રમ વેધા 30મી સપ્ટેમ્બર 2022ના રોજ વિશ્વ ભરમાં મોટા પડદા પર રીલિઝ કરવામાં આવશે.

Share This Article