દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન આઇ.એસ.આઇ.એસની હુકુમતનો અડ્ડો મોસુલ શહેર જાણે મુર્દાઘર બની ગયુ છે. ગયા મહિને આ શહેરમાંથી ૫૨૦૦થી વધારે શબ મળી આવ્યા હતા. આ મડદા મોસુલ શહેરમાં એક જમીનદોસ્ત થયેલી ઇમારતમાંથી મળી આવ્યા છે.
મોસુલ નગરપાલિકામાંથી જાણવા મળ્યુ કે તે શબમાંથી ૨૬૫૮ શબ જ નાગરિકોના છે. બાકીના શબ તો આતંકવાદીઓના છે. આટલા શબ કાઢ્યા બાદ પણ તેમનો દાવો છે કે, તે ઇમારતમાં ૫૦૦ થી ૭૦૦ શબ હજૂ છે.
તમને જણાવી દઇએ કે, મોસુલ શહેર પર આઇ.એસ.આઇ.એસએ કબ્જો જમાવ્યો ત્યારથી તે શહેરમાં વિનાશ જોવા મળ્યો હતો. ભારતીય સરકારે દાવો કર્યો છે કે તેમાંથી ભારતીય લોકોના શબ ભારત લાવવામાં આવ્યા છે. પાર્થિવ દેહને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.
ઇરાકના મોસુલમાંથી મળેલા આ શબને જોઇને લાગી રહ્યુ છે કે આખુ શહેર તબાહ કરી નાંખવામાં આવ્યુ હશે. આતંકવાદીઓની લાશ પણ આ આંકડામાં સામેલ છે.