1 વર્ષની પ્રાઇમ મેમ્બરશીપ ફ્રી સાથે રિલાયન્સ જીયો દ્વારા લોન્ચ થઈ વધુ એક ધમાકેદાર ઓફર

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

31 માર્ચ પહેલા રિલાયન્સ જીયોએ તેના ગ્રાહકોને વધુ એક મોટો ફાયદો કરી આપ્યો છે. જીયોના પ્રાઇમ મેમ્બરશીપને વધુ એક વર્ષ માટે વધારવામાં આવી છે. સાથે જ 1.5 જીબીની જગ્યાએ 2 જીબી અને 2 જીબીની જગ્યાએ 3 જીબી, તો 3 જીબીની જગ્યાએ 4 જીબી અને 4 જીબીની જગ્યાએ 5 જીબી ડેટા પ્રતિદિવસ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે જીયોની પ્રાઇમ મેમ્બરશીપ જીયોની પ્રાઇમ મેમ્બરશીપ હવે એક વર્ષ માટે વધી ગઇ છે. જો કે નવા ગ્રાહકો જે જોડાશે તેમણે મેમ્બરશીપ માટે 99 રૂપિયા આપવા પડશે. અને જૂના ગ્રાહકોને ખાલી આ પ્લાન માટે રીચાર્જ કરાવવું પડશે.

જીયો પ્રાઇમ મેમ્બરને 20 ટકાથી 50 ટકા સુધી વધુ વેલ્યૂ મળશે. સાથે જ 550 થી વધુ લાઇવ ટીવી ચેનલ, 6,000 વધુ ફિલ્મો, લાખો વિડિયો, 1.4 કરોડ ગીત, 5,000 પત્રિકા, માય જીયો જેવો ડિઝિટલ ગેટ વે જેવી ખાસ સુવિધાઓ આવનારા વર્ષ માટે પણ ચાલુ રહેશે.સાથે જ ફ્રી રોમિંગ, ફ્રી કોલિંગથી લઇને તમને આ પ્લાન દ્વારા 28 થી લઇને 91 દિવસ સુધીના વેલિડિટી પ્લાન પણ મળશે. આ પ્લાન 149 થી લઇને 449 રૂપિયાના છે. જે તમે તમારી સુવિધા અને સગવડતા મુજબ ખરીદી શકો છો.

Share This Article