ગૌરક્ષક સેના સંઘની શરૂઆત અંદાજે છ થી સાત મહિના પહેલા જ કરવામાં આવી છે. આ સંસ્થાનો ઉદ્દેશ ગૌમાતા ની રક્ષા અને સેવા કરવાનો છે. આ ગ્રુપમાં અમદાવાદ અને તેની આસપાસના ગામોના ૧૦૦૦થી વધુ સભ્યો જોડાઈને ગૌ માતાની સેવા અને રક્ષાનું કાર્ય કરી રહ્યા છે. આ ગ્રૂપ દ્વારા બીમાર ગાય, રસ્તે રઝળતી ગાયો તથા દૂધ ન આપનારી ત્યજી દીધેલી ગાયો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી ગાયોની નિશુલ્ક સારવાર કરવામાં આવે છે. સૌથી ખાસ વાત એ પણ છે કે, આ ગ્રુપ દ્વારા કતલખાને જતી ગાયોને પણ બચાવવામાં આવી રહી છે.
ગૌરક્ષક સેના સંઘના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવે છે કે, ગૌહત્યા રોકો અને તમને કોઈ ગાય કતલખાને લઈ જતા દેખાય અથવા જાણ થાય તો અમારો સંપર્ક કરવો. અત્યાર સુધીમાં ૫૦થી વધુ ગાયોને કતલખાને જતા ઉગારી લેવામાં આવી છે. આ ગ્રુપ દ્વારા કોઈની પાસેથી દાણ પુણ્ય લેવામાં આવતું નથી. આ ગ્રુપ જોબ કરનાર અને બિઝનેસમેન થકી ચલાવવામાં આવી રહ્યું છે.
હાલમાં મહેમદાવાદ પાસે એક ગૌશાળા છે અને બીજી જાન્યુઆરીમાં સુધીમાં શરૂ થવા જઈ રહી છે. આ સિવાય ૪૦ થી ૪૨ ગાયો અને વાછરડા ગૌશાળામાં છે. આ સેવાનું કામ અમે વર્ષોથી કરતા આવ્યા છીએ પણ આ ગ્રુપ બનાવવાનો વિચાર અમને ૭ થી ૮ મહિના અગાઉ બનેલી એક ઘટના પછી આવ્યો. અમે કારમાં જઈ રહ્યા હતા ત્યારે અમે એક ગાયનો જોયો અને અમે તુરંત જ ત્યાં પહોંચ્યા અને એ ગાયને રસ્તા ઉપરથી ખસેડવાનો પ્રયાસ કરો ત્યારે ગાયની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા અને તે જ દિવસથી ગાયોની રક્ષા માટે અમે ગ્રુપ બનાવ્યું. આ ગૌરક્ષક સેના સંઘની શરૂઆત યશભાઈ, મૌલિકભાઈ, આદર્શભાઈ અને વરૂણભાઇ દ્વારા કરવામાં આવી અને હાલમાં ૧૦૦૦ થી વધુ સભ્યો આ ગ્રુપમાં જોડાયા છે.
આપણે સૌ જાણીએ છીએ કે, રસ્તા ઉપર રાત્રિના સમયમાં વિવિધ વિસ્તારોમાં ગાયો જોવા મળે છે, ત્યારે ગાયોનો અકસ્માત ન થાય તે માટે ૨૫ હજારથી વધુ રેડિયમ બેલ્ટનું અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં અમે વિતરણ પણ કર્યું છે.