અમદાવાદ : સમાજમાં મહિલાઓમાં ડિલીવરી બાદ યોનિપટલની ઢીલાશ, ઉધરસ કે વધુ પડતા આંચકાજનક શ્રમમાં પેશાબ થઇ જવા સહિતના અનેક યુરોગાયનેક પ્રોબ્લેમના વિષય વસ્તુને લઇ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કિડની ઇન્સ્ટીટયુટ ખાતે ઇન્ટરનેશનલ યુરોગાયનેક-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૩ ડિસેમ્બરથી તા.૧૬ ડિસેમ્બર સુધી ચાર દિવસની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ૫૦થી વધુ સર્જન્સ દ્વારા લાઇવ સર્જરી કરી અનોખો રેકોર્ડ કરશે. વિશ્વના શ્રેષ્ઠ અને નિષ્ણાત સર્જન્સ રોબોટીક્સ, લેપ્રોસ્કોપી, લેસર અને વર્જીનલી સહિતની લાઇવ સર્જરી કરશે. ઇન્ટરનેશનલ ગાયનેકની આ વખતની કોન્ફરન્સનો મુખ્ય વિષય પેલ્વિક ફ્લોર, સ્ટ્રેસ યુરિન ઈંકન્ટીનન્સ અને એસ્થેટિક ગાયનેકોલોજી (સૌંદર્યલક્ષીગાયનેકોલોજી) છે.
આ કોન્ફરન્સમાં હેન્ડસ ઓન સિસ્ટોસ્કોપીવર્કશોપ, લાઇવ થ્રીડી એન્ડોસ્કોપી ટ્રાન્સમીશન વગેરે કરવામાં આવશે એમ અત્રે યુરોગાયનેક-૨૦૧૮ના ચીફ ઓર્ગેનાઇઝર અને આઇકેડીઆરસીના ડિરેકટર ડો.વિનીત મિશ્રા અને સેક્રેટરી ડો.નીતા મિશ્રાએ જણાવ્યું હતું. સિવિલ હોસ્પિટલ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે આજે યુરોગાયનેક-૧૮ના ઉદઘાટન પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટન્ડ ડો. એમ એમ પ્રભાકર, યુ.એન.મહેતા હાર્ટ ઇન્સ્ટી.ના ડો.આર.કે.પટેલ, ઓસ્ટ્રેલિયાના અને વિશ્વના નિષ્ણાત યુરોગાયનેકોલોજીસ્ટ ડો. અજય રાણે,દુબઇના ડો.રૂબી રૂપીરાઇ સહિતના મહાનુભાવો ખાસઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો. વિનીત મિશ્રા અનેડો.નીતા મિશ્રાએ જણાવ્યું હતું કે, તબીબોની આ ભારત સહિત સમગ્ર વિશ્વભરમાંથી ૫૦૦થી વધુ ડોક્ટરો-નિષ્ણાતો ભાગ લઇ રહ્યા છે. તા.૧૩ અને ૧૪ ડિસેમ્બર દરમિયાન ૫૦થી વધુ સર્જન્સ દ્વારા બહુ જ મહત્વની અને અનોખી રોબોટીક્સ, લેપ્રોસ્કોપી, લેસર અને વર્જીનલી સહિતની લાઈવશસ્ત્રક્રિયાઓ કરવામાં આવશે, જ્યારે તા.૧૫ અને ૧૬ ડિસેમ્બર દરમિયાન દેશ વિદેશના વિષય નિષ્ણાંત ડોક્ટરોનું પેનલ ડિસ્કશન યોજાશે અને વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ પેપર રજુ કરવામાં આવશે. આ કોન્ફરન્સ નો મુખ્ય હેતુ ભારતમાં યુરોગાયનેકબ્રાન્ચ ને વધુ વિકસાવવાનો છે. છેલ્લા છવર્ષોથી આ કોન્ફરન્સ યોજાઈ રહી છે જેમાંયુરોગયનેક બ્રાન્ચમાં વિશ્વસ્તરે થતા ડેવલોપમેન્ટ થી ગુજરાત સહીત ભારત ના ડોક્ટરોને રૂબરૂ કરાવવાનો હોય છે. આ વર્ષે યુ.કે., ઓસ્ટ્રેલિયા, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, દુબઇ સહીત અનેક દેશોમાંથી યુરોગાયનેક ડોક્ટરો આવ્યા છે.
અમદાવાદ મેડિકલ એસોસીએશન, સાઉથ એશિયા ફેડરેશન ઓફ યુરોલોજી અને સોસાયટી ઓફ વજાઇનલ સર્જન્સ ઓફ ઇન્ડિયા દ્વારા આ કોન્ફરન્સને સહયોગ કરવામાં આવ્યો છે. આ ચાર દિવસીય કોન્ફરન્સમાં ૩ડી રોબોટિક સર્જરીમાં ડોક્ટર્સ ટુ વે કોમ્યુનિકેશન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આજે વિશ્વ પ્રસિધ્ધ યુરોગાયનેકોલોજીસ્ટ નિષ્ણાત ડો.અજય રાણે દ્વારા અમદાવાદ મેડિકલ એસોસીએશન ખાતે કેર ઓફ વુમન વામ્બ ટુ ટોમ્બ યોજાયો હતો. જયારે તા.૧૫ અને ૧૬ ડિસેમ્બર દરમિયાન હોટેલ સ્ટારોટેલ ખાતે કોન્ફરન્સ યોજાશે જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફેકલ્ટી દ્વારા રિસર્ચ પેપર રજુ કરવાની સાથે અનેક વિષયો પર વાર્તાલાપ કરવામાં આવશે.