નવી દિલ્હી: સામાન્ય ચૂંટણી આડે આઠ મહિનાનો ગાળો રહી ગયો છે ત્યારે મોદી સરકાર હવે પોતાની અવધિમાં કરવામાં આવેલા કામોને રજૂ કરવા માટે ઇચ્છુક છે. નવા પ્રોજેક્ટના ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે. જો શુરુ કિયા ઉસે પુરા કિયાના નારા સાથે ૧૦૦ દિવસમાં ૨૫ પ્રોજેક્ટોની શરૂઆત કરવામાં આવનાર છે. જે આગામી ત્રણ મહિનામાં પૂર્ણ કરવામાં આવશે અથવા તો પૂર્ણ થવાના તબક્કામાં છે. આ તમામ પ્રોજક્ટોની શરૂઆત વડાપ્રધાન મોદી પોતે કરશે.
સામાન્ય ચૂંટણી પહેલા આને સરકારની ઉપલÂબ્ધ તરીકે રજૂ કરવામાં આવશે. સરકારનો દાવો રહેશે કે, જો શુરુ કિયા ઉસે પુરા કિયા. એક મહિના પહેલા પીએમઓ દ્વારા તમામ મંત્રાલયો પાસેથી રાજ્યવાર આંકડા માંગવામાં આવ્યા હતા. કયા રાજ્યમાં કયા મંત્રાલયના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અથવા તો પૂર્ણ થવા આડે ઓછો સમય રહ્યો છે. મોદીના મુખ્ય સચિવ તરફથી માંગવામાં આવેલા આ અહેવાલમાં એવા પ્રોજેક્ટને વધુ મહત્વ આપવા માટે કહેવામાં આવ્યું છે જેની શરૂઆત ૨૦૧૪ બાદ મોદી સરકારના ગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું અને ચાર વર્ષના ગાળા દરમિયાન જ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.
સુત્રોના કહેવા મુજબ સામાન્ય ચૂંટણી પહેલા આની યાદી પ ણ જારી કરવામાં આવશે. સરકાર આને પોતાના રિપોર્ટ કાર્ડ તરીકે રજૂ કરશે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય છે કે, સામાન્ય ચૂંટણીથી પહેલા સુધી ઓછામાં ઓછા ૧૦ સંસદીય ક્ષેત્રની હદમાં મોદી એક પ્રોજેક્ટની શરૂઆત કરે. જે મંત્રાલય તરફથી પૂર્ણ પ્રોજેક્ટોની યાદી સૌથી વધારે આવી છે તેમાં નીતિન ગડકરીના પરિવહન મંત્રાલયનો સમાવેશ થાય છે. મોદી આગામી ત્રણ મહિના દરમિયાન દેશના જુદા જુદા હિસ્સમાં અડધાડઝનથી વધુ માર્ગ પ્રોજેક્ટની શરૂઆત કરશે. સરકાર માટે પ્રાથમિક રાજ્યોમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
મોદી આગામી વર્ષે જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં ચૂંટણી પહેલા ૫૦થી વધુ રેલી કરવાની યોજના ધરાવે છે. આ રણનીતિનો હિસ્સો છે. પુર્વ નિર્ધારિત કાર્યક્રમમાં જો કોઇ ફેરપાર નહીં કરવામાં આવે તો સામાન્ય ચૂંટણી માટે જાહેરનામુ આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જારી કરવામાં આવશે. ત્યારબાદ સરકાર આ પ્રકારથી કોઇ આયોજન કરી શકશે નહીં. ૨૫મી સપ્ટેમ્બરના દિવસે મોદીની મહત્વકાંક્ષી આયુષ્યમાન યોજનાની મેગા શરૂઆત કરવામાં આવનાર છે. આના માટે યોગ્ય જગ્યાની શોધ કરવામાં આવી રહી છે જે ત્રણ રાજ્યોમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જગ્યાની પસંદગી એવા રાજ્યોમાંથી થઇ શકે છે. આ પહેલા સરકારનો હેતુ ઓછામાં ઓછા ૫૦ લાખ પરિવારોને કાર્ડ પણ આપી દેવામાં આવશે.