યુવાનો ને ડ્રગ્સથી દૂર રહેવા તથા બેટી બચાવો બેટી પઢાવો ના સામાજીક સમરસતાના વિષય સાથે 50 થી વધુ બાઇક રાઈડર્સ અમદાવાદ થી સાપુતારા માટે નીકળ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પ્રસિદ્ધિ ઇવેન્ટ્સ અને એન્ટરટેઇન્મેન્ટ દ્વારા તા. 26 થી 28 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ડાંગ જીલ્લામાં આવેલા સાપુતારા ગીરીમથક સુધી એક ખાસ હેતુ થી બાઇક રાઈડ નું આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રાઈડમાં 50 થી વધુ રાઈડર્સ જોડાઈ રહ્યા છે જેઓ 26મી જુલાઈ સવારથી અમદાવાદ ખાતેથી નીકળી વડોદરા, સુરત જઈ સાપુતારા પહોંચશે.

No dugs

“અમદાવાદ બાઈકર્સ કોમ્યુનિટી” ના બાઈકર્સ આ રાઈડમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત સરકાર ના ટુરિઝમ વિભાગ દ્વારા સાપુતારા માં મોન્સૂન ફેસ્ટિવલ “મેઘ મલ્હાર” નું પણ આયોજન આ દિવસો દરમિયાન થઈ રહ્યું છે ત્યારે આ બાઇક રાઈડર્સ દ્વારા સરકારના અલગ અલગ સામાજીક વિષય જેમકે બેટી બચાવો – બેટી પઢાવો અને યુવાઓને ડ્રગ્સથી દૂર રહેવા માટે ના વિષય સાથે આ રાઈડર્સ નીકળી રહ્યા છે.

પપ્રસિદ્ધિ ઇવેન્ટ અને એન્ટરટેઇન્મેન્ટ અને અમદાવાદ રાઈડર્સ કોમ્યુનિટી દ્વારા દરેક રાઈડર્સની સુરક્ષા અને ટ્રાફિક માં સાવધાની થી નિયમસર ચલાવે તે પ્રમાણેની પણ દરકાર લેવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં જાણીતી પરફ્યુમ બ્રાન્ડ વિહસકર્સ, એનર્જી ડ્રિન્ક બ્રાન્ડ રિઝ સાથે જ હોગટાઈ, સોલો રાઈડર્સ, દેશી દુકાન અને રુટ્સ રેસ્ટોરન્ટ સહિત બ્રાન્ડ બીન્સ પણ જોડાયેલા છે.

Share This Article