૩૦૦થી વધારે દવા પર ટુંક સમયમાં જ પ્રતિબંધ લદાશે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી : આરોગ્ય મંત્રાલય દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇજરી બોડીની એક પેટા સમિતીની ભલામણને માનીને ટુંક સમયમાં જ ૩૦૦થી વધારે દવાઓ પર પ્રતિબંધ મુકી શકે છે. આ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેસન દવાઓ હોવાનુ જાણવા મળી રહ્યુ છે. સરકારના આ પગલાથી એબોટ જેવી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ સહિત પીરામલ, મેક્સિઓડ્‌સ, સિપ્લા અને લ્યુપિન જેવી સ્થાનિક દવા કંપનીઓને માઠી અસર થશે. બેન સા છે સંબંધિત માહિતી જાહેર થઇ રહી છે.

જો આને લાગુ કરવામાં આવશે તો લોકોની વચ્ચે લોકપ્રિય રહેલી ફેન્સેડિલ, સેરિડોન અને ડી કોલ્ડ ટોટલ જેવી કપ સિરપ, પિડાનાશક દવા અને ફ્લુ સાથે સંબંધિત દવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે. આરોગ્ય મંત્રાલય દ્વારા હાલમાં જે ૩૪૩ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન મેડિસીનના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મુકવા વિચારે છે તેના કારણે દવા કપંનીઓમાં ફફડાટ છે. અત્રે નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ડીટીએબીને કહ્યુ હતુ કે તે આરોગ્ય મંત્રાલયને કારણ સહિત સલાહ આપે કે તે કઇ દવાને રેગ્યુલેટ કરે અને કઇ દવા પર પ્રતિબંધ મુકે. આગામી સપ્તાહમાં વટહુકમ જારી કરવામાં આવે તેવી  શક્યતા છે.

તમામ લોકો જાણે છે કે બિમારીઓની સારવાર માટે બે અથવા તો વધારે સામગ્રી સાથે એક નિશ્ચિત મિશ્રણ તૈયાર કરવામાં આવે છે જેને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન કહેવામાં આવે છે. માર્કેટ રિસર્ચ કંપનીના કહેવા મુજબ એફડીસી પર પ્રતિબંધ મુકવાના કારણે માર્કેટ પર અસર થશે. ૨૦૦૦ કરોડના રૂપિયાની અઇસર થશે. દેશમાં દવા બજારનુ કદ એક લાખ કરોડ રૂપિયા છે.

Share This Article