પેટ્રોલિયમ મંત્રાલય ખાનગી એકમો સાથે મળીને ગ્રામીણ વિસ્તારોમાં 25000 થી વધુ પેટ્રોલ પંપ શરુ કરશે    

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

પેટ્રોલિયમ મંત્રાલયે આેઇલ પીએસયુને નવા પેટ્રાેલ પંપ શરૂ કરવાની મંજુરી આપી દીધી છે. પેટ્રાેલ ડીલરની નિમણૂંક અંગે સત્તાવાર પોલિસીને આેઇલ મંત્રાલયે ખતમ કરી દીધી છે જેથી ઇન્ડિયન આેઇલ, હિંદુસ્તાન પેટ્રાેલિયમ અને ભારત પેટ્રાેલિયમ જેવી કંપનીઆે પેટ્રાેલ પંપ સ્થાપવા માટે પોતાની જાતે નિયમો ઘડી શકશે, ઉપરાંત  મંત્રાલયે કંપનીઆેને નવા પેટ્રાેલ પંપ ડીલર્સ નિયુકત કરવા માટે પોતાની માર્ગદશિર્કા ઘડવાની છૂટ આપી છે

સરકારી કંપનીઆેએ ગાઈડલાઇન્સ  નકકી કરી લીધી છે, જે મુજબ લગભગ એક મહિનાની અંદર ત્રણે આેઇલ પીએસયુ દ્વારા જાહેરખબરો આપવામાં આવશે અને 25,000 વિવિધ સ્થળો પર પેટ્રાેલ પંપ શરૂ કરવા ઉમેદવારી મગાવવામાં આવશે. આ પેટ્રાેલ પંપ મોટા ભાગે ગ્રામીણ વિસ્તારોમાં અથવા જયાં પંપની સંખ્યા આેછી છે તેવા વિસ્તારોમાં શરૂ કરાશે. જોકે, જાહેરખબર આપવામાં આવે તે તમામ વિસ્તારો માટે રસ જોવા મળે તેવી શકયતા આેછી છે. પરંતુ 50 ટકા સફળતા મળે તો પણ આટલા બધા પેટ્રાેલ પંપ સ્થાપવા માટે કરોડો રૂપિયાનું રોકાણ આવશે અને હજારો લોકોને રોજગારી મળશે. આ ઉપરાંત આેઇલ પીએસયુ આ બિઝનેસમાં 90 ટકાથી વધારે હિસ્સો ધરાવે છે ત્યારે તેમના પ્રભાવમાં પણ વધારો થશે. નવા પંપ શરૂ થવાથી ઇક્વિપમેન્ટ ઉત્પાદકો, ટ્રાન્સ્પોર્ટર્સ અને સપ્લાયર્સ માટે બિઝનેસ વધશે.

આ સિવાય લાયકાતના નવા ધોરણો પ્રમાણે અરજકતાર્ની ફંડ જરૂરિયાતના નિયમને પડતો મૂકવામાં આવ્યો છે અને જમીનની માલિકીના નિયમો હળવા કરાયા છે. અગાઉની નીતિ માટે રેગ્યુલર પેટ્રાેલ પંપ માટે 25 લાખ રૂપિયાની બેન્ક ડિપોઝિટ હોવી જરૂરી હતી. ગ્રામીણ વિસ્તારમાં પંપ શરૂ કરવા રૂા.12 લાખની ડિપોઝિટ અનિવાર્ય હતી. નવા નિયમ પ્રમાણે જમીન ન હોય તો જમીન માહિક સાથે ભાગીદારી કરીને ડીલરશિપની અરજી કરી શકાશે.

Share This Article