ભારત દેશના આઝાદીના 75મા વર્ષ નિમિત્તે “ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા ના મજબૂત સંકલ્પની ઉજવણી કરવા માટે અને ડ્રગ્સ તથા નાર્કોટિક્સ સામે ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવા માટે જે આપણા ગૃહ મંત્રાલયે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના સક્ષમ નેતૃત્વ હેઠળ અપનાવી છે, શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 2023ના આયોજકોએ આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી એમના આગામી મેરેથોનની માટે તૈયારીઓની જાહેરાત કરી હતી. શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 2023 અમદાવાદની એકમાત્ર મેરેથોન છે જે માટે કટિબદ્ધ છે ડ્રગ મુક્ત સમાજ માટે કટિબદ્ધ છે અને જે ડ્રગ મુક્ત સમાજ અને ભવિષ્ય તરફ પરિવર્તન લાવવાનું વચન આપે છે.
શિલ્પ આરંભ મેરેથોન નું આયોજન એક અનોખો સમાજ લક્ષી હેતુ માટે છે જેનું પરિકલ્પના સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ મેરેથોન ને ગુજરાત પોલીસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને આ અભિયાનમાં માનનીય કેન્દ્ર અને રાજ્ય સરકાર, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો ઓફ ઈન્ડિયા, ડેવલોપમેન્ટ કમિશનર, ગિફ્ટ સેઝ અને ગિફ્ટ સિટી, ગાંધીનગરના ટોચના આધિકારીયો ભાગ લેશે અને પ્રતિનિધિત્વ કરશે.
જાણીતા રેસ ડાયરેક્ટર શ્રી સુરપ્રીત સિંહ ખાલસાના સક્ષમ માર્ગદર્શન હેઠળ, 20,000થી વધુ મેરેથોનર્સ 5Kms, 10Kms અને 21Kms આ મેરેથોનમાં ભાગ લે તેવી અપેક્ષા છે જેનું આયોજન 26મી ફેબ્રુઆરી, 2023 – રવિવારના રોજ સવારે 5 વાગ્યે થી ગિફ્ટ સિટી – ગાંધીનગરમાં એક શાંત, લીલોછમ વાતાવરણમાં અને એક સારી રીતે રચાયેલ રૂટ પ્લાન મુજબ શરૂ થશે. સમાજને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે મેરેથોનરોને રિયલ કમીટમેન્ટ સાથે દોડવા માટે પ્રોત્સાહિત કરવા હેતુ થી આ મેરાથોનમાં આકર્ષક ઈનામી રકમ, ટી શર્ટ્સ, મેડલ્સ , સર્ટિફિકેટસ અને વિવિધ સ્થળોએ વિસ્તૃત રિફ્રેશમેન્ટની વ્યવસ્થાઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટે આ મેરેથોનનું આયોજન કરવા અંગેના પોતાના વિચારો શેર કરતાં જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોથી, સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન એક વિશ્વસનીય રીતે સમાજને સમર્થન આપવા માટે અવિરતપણે કાર્ય કરી રહ્યું છે – પછી તે બાળ શિક્ષણ હોય કે મહિલા ઉત્થાન, અમે આરોગ્ય, સ્વચ્છતા, વૃક્ષારોપણ, રક્તદાન અને ઘણું બધું કાર્ય કર્યું છે. અમારી આ સફર દરમિયાન અમને સમજાયું કે દ્રવ્યોનું વ્યસન એ એક મુખ્ય મુદ્દો છે જે મોટાભાગે ભારતીય યુવાનોને અસર કરી રહી છે અને આ યુવા વર્ગ તો આપણા દેશની કરોડરજ્જુ છે . એટલે અમને થયું કે આ મુદ્દો પર મોટા સ્તરે કંઈક કરવું જોઈએ. અમારા માટે શિલ્પ આરંભ – ગિફ્ટ સિટી ૨૦૨૩ મેરેથોન રન એ એક આરંભ છે અને આવું એક અભિયાન ના આરંભ થી જ અમે અમારું મહાન દેશમાટેનું પુનઃપ્રાપ્તિ અને રાષ્ટ્ર નિર્માણ માટે એક પહેલું પગલું લેશું જ્યાં યુવાનોને ડ્રગના દુરૂપયોગ અને એના થી થતી જોખમોં વિશે પૂરતું જ્ઞાન અને જાગૃતિ મળી શકે.”
શિલ્પ આરંભ – ૨૦૨૩ મેરેથોનના રેસ ડાયરેક્ટર શ્રી સુરપ્રીત સિંહ ખાલસા જેઓ એક સફળ દોડવીર અને રેસ ઓર્ગેનાઈઝર છે એમને આ મેરેથોન ઇવેન્ટના રોડ મેપ અને ભાગ લેનારાઓ માટે જે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તે વિશે પોતાના મંતવ્યો શેર કરતા જણાવ્યું હતું કે, “શિલ્પ આરંભ ગિફ્ટ સિટી ૨૦૨૩ મેરેથોન સાથે એક ટેકનિકલ રેસ ડિરેક્ટર તરીકે જોડાઈને હું ખુશ છું અને હું સ્નેહશિલ્પ ફાઉન્ડેશનને આવા એક ડ્રગ્સ અને વ્યસન વિરોધી જાગૃતિ વધારવાની આ અદ્ભુત પહેલ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું હંમેશા માનું છું કે જો આપણે દિલ થી આપણા જુસ્સાનો પીછો કરીએ તો સફળતા હંમેશા આપણી જ રહેશે.”
શ્રીમતી સ્નેહલે વધુમાં જણાવ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે શહેરના વધુમાં વધુ યુવાનો આ દોડમાં અમારી સાથે જોડાય. અમારી પાસે આવતા વર્ષનો રોડ મેપ પણ તૈયાર છે. અમે એક નિષ્ણાત પેનલ બનાવી છે જેમાં મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો, સલાહકારો અને ચિકિત્સકોનો સમાવેશ થાય છે જે ડ્રગ્સ જેવા આ સામાજિક અનિષ્ટ વિશે જાગૃતિ લાવવામાં અમને ટેકો આપશે. અમે ‘હીલ ઓન વ્હીલ્સ’ની અમારી પહેલ પણ શરૂ કરી રહ્યા છીએ જે એક એવી વાન છે જે સમગ્ર શહેર અને નજીકના વિસ્તારોમાં દોડશે અને ડ્રગ્સની જોખમ વિશે જાગૃતિ ફેલાવશે અને એવા યુવા વર્ગ અને લોકો જેઓ પહેલાથી જ ડ્રગ્સની અસર હેઠળ ઝઝૂમી રહ્યા છે તેમને મદદ પણ કરશે.”
શિલ્પ ગ્રુપના CEO, શ્રી યશ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, “શિલ્પ ગ્રુપ છેલ્લા બે દાયકાથી શહેરની સ્કાયલાઇન્સ નું નિર્માણ કરી રહી છે અને અમને આસપાસના દરેક લોકો તરફથી અથાક પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. હવે સમાજ માટે કંઈક કરવાનું સમય છે. તેથી જ અમારી પાસે શિલ્પ અને સ્નેહ શિલ્પ ફાઉન્ડેશન છે અને એના સાથે આમે શિલ્પ આરંભ રજૂ કરી એક આનંદનો અનુભવ કરીયે છીએ જે એક ડ્રગ્સ મુક્ત સમાજ માટે અભિયાનનો આરંભ કરશે. ભારતમાં મોટી સંખ્યામાં યુવા વસ્તી છે જે હવે અમારા દેશનું ભવિષ્ય નક્કી કરવા જઈ રહી છે. શિલ્પ આરંભ એ ભારતીય યુવાનો માટે એક પહેલ છે જ્યાં અમે માદક દ્રવ્યોના વ્યસન અને માદક દ્રવ્યોના દુરૂપયોગની ખરાબ અસરો વિશે એમનામાં એક જાગૃતિ ફેલાવવા માંગીએ છીએ.”
કાર્યક્રમમાં હાજર શ્રી ધ્રુવ.એ.પંડિત જે એક સર્ટિફાઇડ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ અને હેરિટેજ સાયબર વર્લ્ડ LLP ના સહ-સ્થાપક છે એમને ઓનલાઈન ડ્રગ ટ્રાફિકિંગ, ડ્રગ્સનો ઉપયોગ કરીને થતી આતંકવાદી પ્રવૃત્તિઓ, ઓનલાઈન ડ્રગ્સ રેકેટ અને ડિજિટલ ડ્રગ્સ માફિયા વર્લ્ડ વિશે વાત કરી હતી. તેમણે સમાજમાં જાગૃતિ લાવવા માટે શિલ્પ આરંભ મેરેથોન ખરેખર એક વાસ્તવિક ગેમ ચેન્જર કેવી રીતે સાબિત થઈ શકે છે તે વિષય પર ભાર મૂક્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં સમાજના કેટલાક જાણીતા મહાનુભાવો જેમ કે ઉદ્યોગસાહસિક, પ્રેરક અને પરિવર્તન નિર્માતા શ્રી ચિરંજીવ પટેલ, સામાજિક ઉદ્યોગસાહસિક સુશ્રી રુજન ખંભટ્ટા અને મધરહુડ ફાઉન્ડેશનના સ્થાપક ડો. ટ્વિંકલ પટેલ પણ હાજર હતા,જેઓ શિલ્પ આરંભ પહેલના હેતુ માટે ઉભા થયા અને આ વિચારને ટેકો આપવા માટે આગળ આવ્યા હતા. એમને એવું જણાવ્યું કે ભારત આજે વિશ્વનો સૌથી યુવા દેશ છે અને આ યુવાનોને સફળતા માટે જરૂરી સંસાધનો મળે અને ડ્રગ્સની ખરાબ અસરોથી તે સુરક્ષિત રહે