હિમાચલ પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ૩ દિવસમાં હિમાચલ પ્રદેશમાં ૧૦૦ કરોડથી વધારેનું નુકસાન થયું છે. હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૩ દિવસમાં ૧૦૦ કરોડથી વધારેનું નુકસાન થયું છે. ત્યારે વહીવટીતંત્રએ લોકોને હવામાનની જાણ કર્યા પછી જ મુસાફરી કરવા માટે કહ્યું છે અને નદી-નાળા અને ભૂસ્ખલન વિસ્તારોને અડીને આવેલા સ્થળોએ ન જવાની સલાહ આપી છે. રાજ્યના ૩૦૧ રોડ પર ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર અટકી પડ્યો છે. સાથે જ વીજળીના ૧૪૦ ટ્રાન્સફોર્મર પણ બંધ થઈ ચૂક્યા છે. રસ્તાઓ પરથી કાટમાળ હટાવવા માટે જાહેર બાંધકામ વિભાગે JCB તૈનાત કર્યા છે. પરંતુ ભૂસ્ખલનને કારણે રાહત કાર્યને ઘણી અસર થઈ રહી છે. ભારે વરસાદને કારણે અનેક રસ્તા પર વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. PWD વિભાગે રસ્તા પરથી કાટમાળ હટાવવા માટે મશીનરી મોકલી છે. NHAI ના જણાવ્યા મુજબ સ્વાડ નાળા પાસે હાઈવે પર મોટી માત્રામાં કાટમાળ આવી ગયો હતો. જોકે જેસીબીથી રસ્તો ખાલી કરવામાં આવ્યો છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more