૧૦ હજારથી વધુ યુવાનને ૨૭મીએ કરારપત્ર મળશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : રાજયના યુવાનોને ઘરઆંગણે રોજગારી આપવા રાજય સરકાર કટીબદ્ધ છે ત્યારે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અમલી વિવિધ યોજનાઓ તથા મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીશીપ યોજના હેઠળ સુરત, પંચમહાલ, પાટણ અને આણંદ ખાતે આગામી તારીખ-૨૭મી ડિસેમ્બર-૨૦૧૮ના રોજ કરારપત્ર વિતરણ કાર્યક્રમ યોજાશે એમ રોજગાર અને તાલીમ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

તા.૨૭મી ડિસેમ્બરને ગુરૂવારના રોજ સુરત ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પંચમહાલ ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિહ ચુડાસમા, પાટણ ખાતે ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, આણંદ ખાતે વન અને આદિજાતિ મંત્રી ગણપતભાઇ વસાવાની ઉપસ્થિતમાં કાર્યક્રમો યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચાર જિલ્લાઓમાં અંદાજે  ૧૦,૦૦૦ જેટલી રોજગારીની તકોનું નિર્માણ થયું છે. જેઓને “મુખ્યમંત્રી  એપ્રેન્ટીસશીપ યોજના” અને રોજગાર યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવશે તથા તેઓને કરારપત્ર વિતરણ પણ કરાશે.

Share This Article