દેશમાં ફરી એક સપ્તાહમાં કોરોનાના ૧ લાખથી વધુ કેસ…

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારતમાં ગત સપ્તાહે કોરોનાના એક લાખથી વધારે કેસ નોંધાયા. ૧૮ જુલાઈથી ૨૩ જુલાઈ સુધીના આંકડા મુજબ એક સપ્તામાં કોરોનાના એક લાખથી વધારે કેસ આવ્યા અને ૨૫૦થી વધુ લોકોના મોત થયા. ૧૮-૨૩ જુલાઈમાં ૨૭૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો તો ૧ લાખ ૩૮ હજાર કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ ૨૧ જુલાઈએ ૨૧,૮૮૦ નવા કેસ સામે આવ્યા હતા અને ૨૨ જુલાઈએ સૌથી વધુ ૬૭ લોકોના મોત થયા હતા.

ભારતમાં કોરના કેસમાં સતત બીજા દિવસે ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૮૬૬ નવા કેસ નોંધાયા છે અને ૪૧ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ૧૮,૧૪૮ લોકો સાજા થયા છે. એક્ટિવ કેસ ૧.૫૦ લાખ થયા છે. જ્યારે દૈનિક પોઝિટિવીટ રેટ ૭.૦૩ ટકા થયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ૧,૫૦,૮૭૭ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૬,૦૭૪ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૩૨,૨૮,૬૭૦ લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ ૨૦૨, ૧૭,૬૬,૬૧૫ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૮૨,૩૯૦ ડોઝ ગઈકાલે અપાયા હતા.

Share This Article