નવી દિલ્હી : મોદી સરકાર તેની વર્તમાન અવધિનુ અંતિમ બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરનાર છે. સરકાર આ બજેટમાં હોમલોન ઉપર ટેક્સમાં મળનાર છૂટછાટની હદને વધારી શકે છે. નોટબંધીના કારણે રિયલ એસ્ટેટ સેકટર ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. આવી સ્થિતિમાં રિયલ એસ્ટેટ સેકટરને પણ નવી ગતિ આપવા માટેના પ્રયાસો કરવામાં આવી શકે છે. સૂત્રોએ આ અંગેની માહિતી આપતા કહ્યું છે કે કરદાતાને ખુશ કરવા માટે બજેટમાં વાર્ષિક વધારાની વ્યાજની ચૂકવણી પર છૂટછાટ આપવામાં આવી શકે છે. બેંકોમાં ખૂબ વધુ પ્રમાણમાં પૈસા જમા થવાના કારણે હોમ લોન અને ટેક્સના દરોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. અલબત્ત સરકાર હજુ સુધી ટેક્સ સ્લેબને નવેસરથી રજુ કરવાના પાસા ઉપર વિચારી રહી છે.
પહેલા પણ સરકાર કન્સ્ટ્રકશન સેકટરમાં રોજગારની તકો ઉભી કરવા, સીમેન્ટ, સ્ટીલ અને અન્ય કન્સ્ટ્રકશન સાથે જાડાયેલા મુદ્દાને લઈને રિયલ એસ્ટેટને પ્રોત્સાહન આપવા ઈચ્છુક છે. ઉંચા વ્યાજદરોના પરિણામ સ્વરૂપે ગયા વર્ષે સેકટરોમાં અપેક્ષા મુજબની તેજી જાવા મળી ન હતી. વર્ષના અંતમાં નોટબંધીના નિર્ણય પછી રિયલ એસ્ટેટ સેકટર પર ખૂબ માઠી અસર થઈ હતી. અલબત્ત કન્સલ્ટીંગ ફર્મ નાઈટ ટ્રેન્ક દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે બજેટમાં મોદી સરકાર કેટલાક પગલા આવાસને લઇને કરી શકે છે. હાલમાં તમામ નિષ્ણાંતોમાં ચર્ચા છે કે આ વચગાળાનુ બજેટ છે જેથી મોદી સરકાર માટે કરવા માટે વધારે કઇ નથી. કારણ કે નવી સરકાર પર વધારે બોજ આવી શકે છે. જા કે ચૂંટણી વર્ષમાં કેટલાક લોકલક્ષી પગલા તો સરકાર ચોક્કસપણે લેવા માટે તૈયાર હોવાનુ જાણવા મળ્યુ છે.