તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પ્રચંડ અને ઐતિહાસિક જીત મેળવીને સત્તામાં વાપસી કર્યા બાદ મોદી સરકાર હવે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુને વધુ ફોક્સ કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના ઝડપી વિકાસ માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં લેવામાં આવેલા પગલાની અસર પણ હવે દેખાવવા લાગી ગઇ છે. જો કે હવે પણ સરકારની તમામ યોજનાઓના લાભ લોકો સુધી પહોંચી રહ્યા છે કે કેમ તેની ખાતરી કરવામાં આવે તે જરૂરી છે. કેટલાક નિષ્ણાંત લોકો કહે છે કે ગ્રામીણ વિસ્તારો માટે અને કૃષિ સમુદાયના લોકો માટે શરૂ કરવામાં આવેલી તમામ કલ્યાણ યોજના અમલીકરણના મામલે ખુબ પાછળ છે. તેમના લાભ ખેડુતોને મળી રહ્યા નથી. જેથી તેમની સ્થિતીમાં કોઇ રીતે સુધારો થઇ રહ્યો નથી.
અમને ગ્રામીણ અને શહેરી ભારતમાં વધારા સારા સમન્વય સ્થાપિત કરવાની જરૂરીયાત દેખાઇ રહી છે. આ કામ કર્યા વગર ખેડુત સમુદાય અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની સ્થિતીને સુધારી શકાશે નહીં. જાણકાર લોકો કહે છે કે તમામ યોજનાની સ્થિતી એક સમાન છે. ખેડુતો દ્વારા મોટા પાયે મહેનત કરીને પેદાશો ઉભી કરવામાં આવે છે પરંતુ તેને યોગ્ય બજાર ભાવ મળતા નથી. બીજી બાજુ વ્યવસ્થા નબળી હોવાના કારણે ખેડુત સમુદાય પરેશાન રહે છે. બાજરાની વાત કરવામા આવે તો લઘુતમ સમર્થન મુલ્ય ૧૪.૨૫ રૂપિયા કિલો છે.
પરંતુ અમારા ગ્રામીણ વિસ્તારોમાં તેની કિંમત ૧૧ રૂપિયા છે. ખેડુત સમુદાયના લોકો બેંકોના કઠોર નિયમો અને અધિકારીઓની મનમાનીના કારણે સરકારી બેંકોની પાસેથી ચાર ટકાના બદલે પોતાના સંબંધીઓની પાસેથી ૨૪ ટકા વ્યાજે લેવાનુ પસંદ કરે છે. આવી સ્થિતીમાં તેમની સ્થિતીમાં સુધારો થતો નથી. કેટલીક વખત તો પેદાશના ભાવ એટલા ઓછા થઇ જાય છે કે તેના કારણે પરિવહનના ખર્ચ પણ ભરપાઇ થતા નથી. આવી સ્થિતીમાં ખેડુત પર દેવુ વધતુ રહે છે. અમે તમામ લોકો ગ્રામીણ વિસ્તારોમાં આવેલી સ્કુલો અને હોસ્પિટલની સ્થિતી શુ છે તે બાબતથી તો પરિચિત છીએ. જેથી અમે માનીએ છીએ કે ગ્રામીણ વિકાસ માટે જારદાર વિચાર કરવાના બદલે જે વ્યવસ્થા છે તેને વધારે સારી બનાવી દેવાની જરૂર છે.
ગ્રામીણ વિસ્તારોમાં જે સ્કુલો છે અને જે હોસ્પિટલો છે તે યોગ્ય સ્થિતીમાં છે તેમાં પુરતી દવા અને પુરતા સાધન છે તે તમામ બાબતો પર ધ્યાન આપવાની તાકીદની જરૂર છે. સુવિધા પુરતા પ્રમાણમાં ગોઠવી દેવામાં આવ્યા બાદ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને શહેરી વિસ્તારો સુધી આવવા અને બિન જરૂરી ખર્ચ કરવાથી બચાવી શકાશે. તમામ યોજના લોકોની સુવિધા માટે શરૂ કરવામાં આવી છે પરંતુ આનો લાભ લોકો સુધી પહોંચી રહ્યો છે કે કેમ તે અંગે વાત કરવાની જરકૃરક દેખાઇ રહી છે. અનેક સંશાધનો તો ગ્રામીણ વિસ્તારોમાં મળી જાય છે. ગ્રામીણ વિસ્તારમાં રહેતા બાળકો પણ ખુબ કુશળ હોય છે. કેટલાક બાળકો તો ફ્યુજ બલ્બથી લઇને ટ્રાન્સફોર્મર પણ ઠીક કરી શકે છે. જમીન સ્તર પર કામ કરનાર લોકો સાથે વાતચીત કરીને સ્થિતીને સુધારી શકાય છે. જે સુવિધા છે તેને વધારીને લોકો સુધી સરળ રીતે પહોંચાડી દેવામાં આવે તો ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોના જીવન ધોરણમાં સુધારો થશે. મફતમાં દવા, ગેસ આપવાની વાત થાય છે પરંતુ કેટલા યોગ્ય લોકો સુધી ચીજો પહોંચી રહી છે તે બાબત પર ધ્યાન જરૂરી છે. ખેડુતોની નારાજગી દુર કરવા માટે તેમની લગતી સમસ્યાને સ્થાનિક સ્તર પર સુધારી દેવાની જરૂર છે.
ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં સુવિધા વચ્ચે વ્યાપક અંતર છે. ગ્રામીણ લોકો પણ જુદા જુદા મુદ્દાને લઇને સંતુષ્ટ થાય તે જરૂરી છે. કારણ કે કેટલાક મુદ્દા પર પ્રાથમિકતાના આધાર પર ધ્યાન જરૂરી છે. જેમાં શિક્ષણ, આરોગ્યનો સમાવેશ થાય છે.મોદી -૨ સરકારમાં કેટલીક બાબતોને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જેમાં પાણીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જેથી પાણી માટે અલગ મંત્રાલયની રચના કરવામાં આવી રહી છે. તમામને શુદ્ધ પીવાના પાણીને ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.