વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓ દ્વારા નવો ચોંકાવનારો હેવાલ જારી કર્યો છે. જે દર્શાવે છે કે ભારતીય લોકો આવકના તેમના ૧૦ ટકા હિસ્સાને તો સારવાર પર ખર્ચ કરી નાંખે છે. હવે વિશ્વ આરોગ્ય સંસ્થાએ માહિતી આપતા કહ્યુ છે કે આવકના ૧૦ ટકા હિસ્સાને ભારતીયો સારવાર પર ખર્ચ કરે છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે અડધા ભારતીયની જરૂરી આરોગ્ય સેવા સુધી પહોંચ નથી. જ્યારે એવા લોકો જે આરોગ્ય સેવા પર લાભ ઉઠાવી શકે છે તેવા લોકો પૈકી લોકો તેમની સારવાર પર આવકના ૧૦ ટકા હિસ્સાને ખર્ચ કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની વેબસાઇટ પર પ્રકાશિત હેવાલમાં કેટલીક નવી વિગત પણ જાહેર કરવામાં આવેલી છે.
વર્ષ ૨૦૧૯ના હેવાલ મુજબ ભારતની વસ્તીના ૧૭.૩ ટકા અથવા તો ૨૩ કરોડ નાગરિકોને વર્ષ ૨૦૦૭-૨૦૧૫ દરમિયાન સારવાર પર પોતાની આવકના ૧૦ ટકા કરતા વધારે હિસ્સાને ખર્ચ કરવાની ફરજ પડી હતી. ભારતમાં સારવાર પર પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરનાર પીડિત લોકોની સંખ્યા બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીની કુલ વસ્તી કરતા પણ વધારે છે. ભારતની તુલનામાં સારવાર પર પોતાની આવકના ૧૦ ટકા હિસ્સાને ખર્ચ કરનાર લોકોની કુલ વસ્તીમાં તેમની ભૂમિકા ઓછી હોય છે. ભારતની તુલનામાં સારવાર પર પોતાની આવકનો ૧૦ ટકાથી વધારે હિસ્સો ખર્ચ કરનાર લોકોની કુલ વસ્તીમાં ટકા શ્રીલંકામાં ૨.૯ ટકા, બ્રિટનમાં ૧.૬ ટકા, અમેરિકામાં ૪.૮ ટકા, ચીનમાં ૧૭.૭ ટકા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દેશની વસ્તીના ૩.૯ ટકા હિસ્સો અટલે કે પાંચ કરોડ ભારતીય પોતાના સ્થાનિક બજેટમાં એક ચતુર્થાશ કરતા વધારે ખર્ચ સારવાર પર કરે છે. જ્યારે શ્રીલંકામાં આવી વસ્તી ૦.૧ ટકા છે.
બ્રિટનમાં આવી વસ્તી ૦.૫ ટકાની છે. અમેરિકામાં આવી વસ્તી ૦.૮ ટકાની છે. ચીનમાં ૪.૮ ટકાની છે. તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવમાં આવ્યું છે કે હોસ્પિટલમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ભારતમાં દર વર્ષે જન્મના પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોના મોત થઇ જાય છે. અભ્યાસમાં ચોંકાવનારા તારણ સપાટી પર આવ્યા બાદ આરોગ્યને લઈને ભારતમાં નવજાત શિશુના મામલે ગંભીર ચિત્ર સપાટી પર આવ્યું છે. સેન્ટર ફોર ડીસીઝડાયનેમિક્સ ઈકોનોમિક્સ એન્ડ પોલિસી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આશરે ૧૦ લાખ ભારતીય નવજાત શિશુ દર વર્ષે લાઈફના પ્રથમ ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે. આ મોત પૈકી ૧૯૯૦૦૦ જેટલાં નવજાત શિશુના મોત બેક્ટેરિયલ ઈન્ફેક્શનનાં કારણે થાય છે. સેપ્સીસ અથવાતો બેક્ટેરિયલ ઈન્ફેક્શન સારવાર થઈ શકે તે પ્રકારનો રોગ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોસ્પિટલમાં લાગતા ઈન્ફેક્શનનાં કારણે થાય છે. પુખ્ત વયના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતાં કેટલાંક બાળકોનાં મોત થાય છે. યોગ્ય માર્ગદર્શન નહીં મળવાથી અથવા તો આડેધડ દવાનો ઉપયોગ કરવાથી બાળકોનાં મોત થાય છે.