દેશમાં વિમાનીમથકોની સંખ્યા વધારી દેવાની જરૂરિયાત અનુભવાઇ રહી છે. કારણ કે દેશમાં વિમાની યાત્રા કરનાર લોકોની સંખ્યામાં રોકેટ ગતિથી વધારો થઇ રહ્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા પણ છેલ્લા ચાર વર્ષમાં ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે જુદા જુદા પગલા લેવામાં આવ્યા છે. આનાથી સીધો ફાયદો થયો છે. વર્ષ ૨૦૩૦ સુધી દેશના ઓછામાં ઓછા ૨૦ શહેરોમાં ત્યાં રહેલા વિમાનીમથક ઉપરાંત એક વધુ વિમાનીમથકની જરૂર પડનાર છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. આ શહેરોમાં મુંબઇ, દિલ્હી, ગોવા, વિશાખાપટ્ટનમ, જયપુર, પુણે, કોલકત્તા અને બેંગલોરનો સમાવેશ થાય છે. એક અભ્યાસમાં આ મુજબન વાત સપાટી પર આવી છે. આ હેઠળ આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે કયા શહેરમાં વિમાનીમથક ક્યારે પોતાની ક્ષમતાને હાંસલ કરી લેશે.
અલબત્ત ક્ષમતા પૂર્ણ થયાના પાંચ વર્ષ પહેલા જ નાગરિક ઉડ્ડયન મંત્રાલય જુદા જુદા રાજ્યોની સરકારોને વિમાનીમથક માટે જમીન આપી દેવા માટે અપીલ કરશે. વર્ષ ૨૦૧૭-૧૮ના આંકડા મુજબ ભારતના વિમાનીમથકોથી એક વર્ષમાં ૧૮.૩૯ કરોડ યાત્રીઓએ યાત્રા કરી છે. વર્ષ ૨૦૧૬-૧૭માં આ સંખ્યા આશરે ૧૬ કરોડ યાત્રીની હતી. હવે આ વર્ષે સંખ્યા ૨૧ કરોડ સુધી પહોંચી જવાની શક્યતા છે. જ્યારે વર્ષ ૨૦૧૫-૧૬માં સંખ્યા ૧૩.૪૯ કરોડ જેટલી હતી.આ આંકડા ભારતમાં વિમાની યાત્રીઓની સંખ્યામાં રોકેટ ગતિથી વધારાને દર્શાવે છે. કેટલાક મોટા વિમાનીમથકોથી તેમની ક્ષમતા કરતા વધારે યાત્રી મુસાફરી કરી રહ્યા છે. દિલ્હી દાખલા તરીકે લઇ શકાય છે. ગયા વર્ષે દિલ્હી વિમાનીમથકથી આશરે સાઢા છ કરોડ પ્રવાસીઓએ યાત્રા કરી હતી.
આ સંખ્યા આ વર્ષે સાત કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. આ ગતિથી આ વિમાનીમથક પર યાત્રી બોઝ તેની ક્ષમતા કરતા ખુબ વધારે થઇ જશે. ક્ષમતા પૂર્ણ કરી ચુકેલા વિમાનીમથકોના વિસ્તરણ માટેની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. કેટલાક વિમાનીમથક એવા પણ છે જે વિમાનીમથકના વિસ્તરણ માટે કોઇ સંભાવના રહેલી નથી. ભારતમાં ઉડ્ડયન નેટવર્ક જે ગતિથી વધી રહ્યુ છે તેને લઇને દુનિયા આશ્ચર્યજનક રીતે જાઇ રહી છે. આ વર્ષે મે મહિનામાં ભારતીય વિમાનન ક્ષેત્રની પ્રગતિ એશિયામાં સૌથી વધારે રહી હત. તેની ગતિ ૧૩.૩ આંકવામાં આવી હતી.જ્યારે ચીનન પ્રગતિ ૮.૩ ટકા આંકડાવામાં આવી હતી. દક્ષિણ કોરિયા ૮.૧ ટકાની સાથે ત્રીજા સ્થાને રહ્યુ હતુ.
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અંદાજમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૨૫ સુધી ભારત બ્રિટનને પાછળ છોડીને વિશ્વના ત્રીજો સૌથી મોટા નેટવર્ક તરીકે ઉભરી આવશે. હકીકત એ છે કે ભારતમાં મધ્યમ વર્ગમાં ઝડપથી વધારો થયો છે. તેમની ખરીદી શÂક્તમાં વધારો થયો છે. સાથે સાથે તેમની દેશન અંદર અવરજવર પણ વધી ગઇ છે. મધ્યમ વર્ગના લોકો તેમની યાત્રા પર વધારે ખર્ચ કરવા માટે તૈયાર દેખાઇ રહ્યા છે. જેથી નાના નાના શહેરોમાં પણ વધારે વિમાની યાત્રી જોવા મળી શકે છે. ખાનગીકરણ બાદ કેટલીક વિમાની કંપનીઓ લો કોસ્ટ સેવા શરૂ કરી ચુકી છે.