ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલા કેબલ પુલ તૂટવાની દુર્ઘટના પછી તેની જાળવણી કરતી કંપની પર સવાલો ઉભા થયા છે.લગભગ એક સદી જૂનો આ બ્રિજ પાંચ દિવસ પહેલા રિપેરિંગ અને રિનોવેશનની કામગીરી બાદ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને રવિવારે સાંજે ૬.૩૦ કલાકે બ્રિજ તૂટી પડ્યો હતો. ૧૦૦ થી વધુ લોકોના મોતની આ દર્દનાક ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તેની જાળવણી કરતી કંપની સામે એફઆઈઆર નોંધીને સ્ટાફના ૯ લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ ઘટના બાદ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે બ્રિજમાં કઈ ખામીઓ હતી, જેના કારણે તે તૂટી પડ્યો અને તેના માટે જવાબદાર કંપનીની કઈ બેદરકારી હતી, જેના કારણે આ અકસ્માત થયો. જેમાં પાંચ ખામીઓ માંથી પ્રથમ ખામી એ છે કે રિપોર્ટના અનુસાર, બ્રિજને ફિટનેસ સર્ટિફિકેટ વિના ખોલવામાં આવ્યો હતો. અને બીજી ખામી એ છે કે ખાનગી પેઢી દ્વારા અપર્યાપ્ત પેપર-વર્કને નજરઅંદાજ કરવામાં આવ્યો. અને ત્રીજી ખામી એ છે કે નવીનીકરણ દરમિયાન ખરાબ કામ કરવામાં આવ્યું. અને ચોથી ખામી એ છે કે બ્રિજની ક્ષમતા કરતાં વધુ ટિકિટ વેચાઈ હતી. અને પાંચમી અને છેલ્લી ખામી એ છે કે એ તો વિશ્વાસ જ નહિ થાય. પાંચમી ખામીઃ પુલની ક્ષમતા ૧૦૦ લોકો સુધીની છે, પરંતુ બ્રિજ પર ૪૦૦ લોકોને મંજૂરી છે?…આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૩૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા હજુ પણ ગુમ છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની પાંચ ટીમો, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની છ ટીમો, એક એરફોર્સ ટીમ, બે આર્મી યુનિટ અને ભારતીય નૌકાદળની બે ટીમો ઉપરાંત સ્થાનિક બચાવ ટીમો સર્ચ ઓપરેશનમાં સામેલ છે. રાતથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.