ગઈકાલે દિલ્હીમાં એક પેઈંટની ફેક્ટરીમાં આગ લાગી હતી અને પ્રાપ્ત અહેવાલો અનુસાર આ કરુણ ઘટનામાં ૧૧ લોકોનાં મોત થયા છે. દિલ્હીમાં રંગનાં કારખાનામાં અને ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી અને ૧૧ લોકોનાં અત્યંત કરુણ મોત નિપજયા હતા અને ૪ થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 1,65,000 ની સહાયતા રાશિ અર્પણ કરી છે. માર્યા ગયેલા લોકોની વિગતો મેળવવામાં આવી રહી છે અને દિલ્હીના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
મલ્હાર ઠાકર અભિનિત ગુજરાતી ફિલ્મ “જય માતાજી: લેટ્સ રોક” નો ફર્સ્ટ લૂક આઉટ!
Gujarati Movie first look : ગુજરાતી સિનેમાના ચાહકો માટે એક મજેદાર ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે "જય માતાજી:...
Read more